News Continuous Bureau | Mumbai
ટોલ પ્લાઝા(Toll Plaza ) પર ટોલને લઈને અવારનવાર વિવાદના (Controversy) અહેવાલો સામે આવ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાંથી(Uttar Pradesh) ફરી એકવાર આવા જ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં બે મહિલાઓ વચ્ચે ટોલ બાબતે ઝઘડો થાય છે. મામલો એટલો વધી ગયો કે ટોલ પ્લાઝા પર જ બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. મારપીટનો આખો વીડિયો ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં(CCTV) કેદ થયો હતો. જે હવે સામે આવ્યો છે.
जालौन में टोल टैक्स मांगने पर महिला कर्मियों की जमकर पिटाई pic.twitter.com/55HQayiWdv
— Asheesh Kumar Mishra (@Asheesh17604450) October 31, 2022
આ વીડિયોમાં એક મહિલા કારમાંથી આવતી જોઈ શકાય છે. ટોલ પર ઉભેલા કર્મચારીઓ તેની કારને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તે કારમાંથી નીચે ઉતરી બેરિકેડ્સને હટાવવાનું શરૂ કરે છે. ટોલ કર્મચારીઓ(Toll employees) તેને રોકે છે પરંતુ બેરિકેડિંગ(Barricading) હટાવવાનું ચાલુ રાખે છે. ત્યારે ટોલ પર હાજર મહિલા કર્મચારીઓ તેને રોકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બંને મહિલાઓ બાખડી પડી હતી અને એકબીજાના વાળ ખેંચવા લાગી હતી.
આ સમાચાર પણ વાંચો : યુપીના આ જિલ્લામાં સબ ઈન્સ્પેક્ટરના વિદાય સમારોહમાં પોલીસકર્મીઓએ કર્યો જબરદસ્ત ડાન્સ- જુઓ વીડિયો
કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો ઝાંસી(Jhansi) કાનપુર નેશનલ હાઈવે(Kanpur National Highway) પર સ્થિત અટ્ટા ટોલ પ્લાઝાનો છે. આ ઘટના સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી.