World Environment Day : વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા

World Environment Day : પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ, ગેમીએ પ્રદૂષણ નાબૂદી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

News Continuous Bureau | Mumbai

World Environment Day : 

Join Our WhatsApp Community

 
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન – GEMI દ્વારા #BeatPlasticPollution” થીમ હેઠળ તા. ૨૨ મે થી તા. ૫ જૂન ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ ઝૂંબેશ હેઠળ ૧૨ જેટલી બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ સાથે મળીને ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાનો અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો.

World Environment Day As part of the celebration of World Environment Day, 12 different beaches were cleaned in the state.

 

પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ, ગેમીએ પ્રદૂષણ નાબૂદી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોમાં નુક્કડ નાટક, બીચ ક્લીન-અપ ડ્રાઇવ, કચરાનું વર્ગીકરણ, ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

World Environment Day : દરિયાકિનારાની સફાઈ

ગેમી દ્વારા ગુજરાતના ૧૨ બીચમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે દ્વારકા, શિવરાજપુર, ઉમરગાંવ, દાંડી, ડુમસ, મહુવા, પોરબંદર અને રવાલપીર વગેરેનો સમાવેશ થાય છે. આ અભિયાનમાં GPCB, વન વિભાગ, સ્થાનિક નગરપાલિકાઓ, પંચાયતો, NGOs અને ઉદ્યોગોના સહયોગથી ૧,૬૪૦ થી વધુ સ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમીઓએ મળીને ૧૮,૩૫૦ કિલોથી વધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરીને તેનો સુરક્ષિત નિકાલ કર્યો હતો.

 

World Environment Day : નુક્કડ નાટક દ્વારા જનજાગૃતિ

પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અરવલ્લી, રાજકોટ, ભરૂચ, કચ્છ, દાહોદ, જૂનાગઢ અને ડાંગ સહિત ૧૫ જિલ્લાઓના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કુલ ૩૭ નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકો દ્વારા ૪,૧૪૯ થી વધુ નાગરીકોને પ્લાસ્ટિક-મુક્ત અને ટકાઉ જીવનશૈલી વિશે સમજણ આપવામાં આવી હતી.

World Environment Day : પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અને ‘ગ્રીન રિવોર્ડ્સ’

ગાંધીનગર અને અમદાવાદની ૧૦ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અભિયાન યોજાયું હતું, જેમાં ૪૫૦ થી વધુ રહેવાસીઓએ ૨૫૦ કિલોથી વધુ રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. નાગરીકોને માટીના કુંડામાં છોડ અને ખાતરનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત રાજ્યભરમાં પર્યાવરણ સુરક્ષા અંગે ચિત્ર સ્પર્ધા, વર્કશોપ, પોસ્ટર, રીલ અને અપસાયક્લિંગ માટે ઈ-કોન્ટેસ્ટ જેવી વિવિધ પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નાગરીકો સહભાગી થયા હતા.

આ સમાચાર પણ વાંચો :  World Environment Day : જનજાગૃતિ લાવવા અનોખો પ્રયાસ, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મુકાઈ 12 ફૂટ જેટલી ઊંચી પાણીની બોટલ જેવી કળાકૃતિઓ

World Environment Day : પ્લાસ્ટિક-મુક્ત ભવિષ્યનું નિર્માણ

ગેમીના આ સામૂહિક પ્રયાસોએ ગુજરાતના હજારો નાગરિકોને પર્યાવરણ સુરક્ષા માટે એકત્રિત કર્યા. આ અભિયાનથી નોંધપાત્ર પ્રમાણમાં કચરાનું રિસાયકલિંગ અને પર્યાવરણીય રીતે સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version