Site icon

ફરી પડશે કમોસમી વરસાદ! થાણે, મુંબઈ, પાલઘરમાં આ તારીખે ગાજવીજ સાથે પડશે વરસાદ.. કાળઝાળ ગરમીથી મળશે રાહત..

આજે, બુધવારે હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.

Unseasonal disaster in Marathwada! So many people have been killed

Unseasonal disaster in Marathwada! So many people have been killed

News Continuous Bureau | Mumbai

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે અને સૌથી વધુ ગરમી મે મહિનામાં પડે છે. જોકે, ચાલુ વર્ષે શિયાળામાં ગરમી પડી અને માર્ચમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં પણ નીચું રહ્યું. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ગરમીમાં ઉતાર ચડાવ જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Community

દરમિયાન ફરી એકવાર આજે, બુધવારે હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. ગત સપ્તાહના વરસાદ બાદ છેલ્લા બે દિવસથી ફરી ભારે ગરમી પડી રહી છે. મુંબઈમાં ફરી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હોવાથી એક-બે દિવસ ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. જો કે, એપ્રિલમાં આટલા કમોસમી વરસાદ બાદ ચોમાસાની સિઝનમાં વરસાદ બરાબર કેવી રીતે અનુભવાશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: ભારતીય બનાવટના વધુ એક કફ સીરપ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી. કહ્યું આ સીરપ દૂષિત છે. જાણો વિગત.

બુધવારે મુંબઈ, પાલઘરમાં અને ગુરુવારે પણ પાલઘરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુરુવારે થાણે અને મુંબઈમાં હળવા વરસાદની શક્યતા છે. રાયગઢ અને રત્નાગીરીમાં પણ બુધવારે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને ગુરુવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. જો કે સિંધુદુર્ગામાં આ બે દિવસ દરમિયાન વધુ વરસાદ નહીં પડે. મુંબઈમાં, સાંતાક્રુઝમાં મંગળવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજના કારણે મુંબઈકરોને તાપમાનની સરખામણીમાં વધુ ગરમીનો અનુભવ થયો હતો. મંગળવારે કોલાબામાં 74 ટકા સાપેક્ષ ભેજ નોંધાયો હતો જ્યારે સાંતાક્રુઝમાં 68 ટકા સાપેક્ષ ભેજ નોંધાયો હતો.

ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં, ધુલે, નંદુરબાર, જલગાંવમાં શનિવાર સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. નાસિક, અહમદનગર, પુણે માટે બુધવાર અને ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે પછી પણ શનિવાર સુધી અહમદનગર અને પુણેમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નાસિક ઉપરાંત સતારા, ઔરંગાબાદ, જાલના, પરભણી, બીડ, હિંગોલી, અમરાવતી, બુલદાણા, વાશિમ, યવતમાલમાં પણ બુધવાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વિદર્ભ, મરાઠવાડામાં આ અઠવાડિયે સતત વરસાદ જોવા મળી રહ્યો છે. ગુરુવારે પણ પરભણી, હિંગોલી, નાંદેડમાં ઓરેન્જ એલર્ટ ચાલુ છે. વિદર્ભમાં કમોસમી હવામાનની તીવ્રતા વધુ છે અને કરા પડવાની પણ આગાહી છે. હવામાન વિભાગના નિવૃત્ત અધિકારી માણિકરાવ ખુલેએ માહિતી આપી હતી કે બુધવાર અને ગુરુવારે મરાઠવાડામાં કરા પડવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીએ ‘જમણા હાથ’ મનોજ મોદીને મુંબઈની ₹ 1,500 કરોડની સંપત્તિ ભેટમાં આપી. જાણો વિગત અહીં

હાલમાં રાંચીથી મદુરાઈ સુધી વિન્ડ કોન્સ્ટિન્યુટી સિસ્ટમ પ્રવર્તે છે. પ્રિ-મોન્સુન સમયગાળામાં અપેક્ષિત સામાન્ય વિન્ડ બ્રેક સિસ્ટમ આ વર્ષે 8મી માર્ચથી જોવા મળી નથી. સામાન્ય રીતે, આ સિસ્ટમ પૂર્વ કિનારે ઝારખંડથી દક્ષિણ ચેન્નાઈ સુધી સમાંતર ચાલે છે. આ વર્ષે, સિસ્ટમ ઉત્તર મહારાષ્ટ્રથી દક્ષિણ ચેન્નાઈ સુધી દક્ષિણ દિશામાં આગળ વધતી રહી. તેથી, દક્ષિણ દ્વીપકલ્પમાં ઉચ્ચ દબાણનો વિસ્તાર બંને બાજુએ સમુદ્રમાં રહ્યો હતો, જ્યારે જમીન પર પવન વિરામ પ્રણાલીને કારણે બિનમોસમી વાતાવરણ સતત રહ્યું હતું..

lalbagh cha raja: લાલબાગ ચા રાજા વિવાદમાં પોલીસ આક્રમક, આ વ્યક્તિ પર કેસ થયો દાખલ
Mumbai Traffic: મુંબઈકરોને ટ્રાફિક જામથી મળશે રાહત, દહિસર ટોલનાકા ને લઈને લેવાયો આ નિર્યણ
Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Exit mobile version