ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 જુલાઈ 2020
પાછલાં પાંચ દિવસથી મોટાભાગે હળવો વરસાદ અને લગબગ શુષ્ક દિવસો ગયા બાદ હવામાન બ્યુરોએ, સપ્તાહના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ભારત હવામાન વિભાગ (આઇએમડી) એ શનિવાર અને રવિવાર માટે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ સહિતના સમગ્ર કોંકણ કાંઠા માટે યલ્લો એલર્ટ જારી કર્યું છે. રાયગઢ અને રત્નાગિરી માટે ગુરુવાર અને શુક્રવાર માટે પણ પીળી રંગની ચેતવણી જારી કરવામાં આવી છે.
મુંબઈગરાઓ ગુરુ- શુક્રવારે ખૂબ હળવો વરસાદ અથવા તો ઝરમર સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણની અપેક્ષા રાખી શકે છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે હવામાન માં વરસાદી પરિબળો મજબૂત થવાને કારણે ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના છે.
આઇએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કર્ણાટકથી કેરળના દરિયાકાંઠા સુધી ફેલાયેલી મજબૂત દરીયાઇ પટ્ટી ને કારણે અને બંગાળની ખાડીમાં સપ્તાહના અંત સુધીમાં હવામાન માં ફેરફાર થવાની સંભાવના છે. ચાલુ સપ્તાહે વરસાદમાં ઘટાડો થતાં સમગ્ર મુંબઇમાં ભેજનું પ્રમાણ વધી જવાથી લોકી ગરમીનો અનુભવ કરી રહયાં છે. મુંબઇ શહેર અને ઉપનગરોમાં દિવસનું તાપમાન અનુક્રમે 32.2 અને 32.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધારે હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com