Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનથી આવેલા 63 હિન્દુ પરિવારોને આ જગ્યાએ વસાવશે યોગી સરકાર, ઘર સહિત મળશે આ સુવિધાઓ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

યુપી સરકારે પાકિસ્તાનથી આવેલા 63 હિંદુ બંગાળી પરિવારોના પુનર્વસનની દિશામાં ઝડપી પગલાં ભરવાનું શરૂ કર્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કાનપુરના રસુલાબાદ ગ્રામીણ વિસ્તારના ભેસાયા ગામના મહેન્દ્ર નગરમાં સ્થાયી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય આ પરિવારોને ખેતી માટે બે એકર અને ઘર બનાવવા માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવશે.

સાથે જ શરણાર્થીઓ માટે રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 

રવિવારે અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે પુનર્વસન માટે નિર્ધારિત સ્થળનું નિરીક્ષણ કર્યું. આ સાથે તેમણે અધિકારીઓ સાથે બેઠક કરીને એક્શન પ્લાન પણ તૈયાર કર્યો હતો.

આ પહેલા 11 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટની બેઠકમાં તેમના પુનર્વસન માટેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી 65 બંગાળી પરિવારો રાજ્યમાં આવ્યા હતા.

કૃષિ કાયદા પર આ રાજ્યના રાજ્યપાલનું મોટું નિવેદન, કહ્યું-  જરૂર પડે કૃષિ કાયદા અંગે ફરી બિલ લાવી શકાય

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version