Site icon News Continuous Bureau | Mumbai

Youth Training Scheme : મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાની મુદતમાં પાંચ મહિનાનો વધારો

Youth Training Scheme : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ યોજનાનો સમયગાળો પહેલા છ મહિના સુધી મર્યાદિત હતો.

Youth Training Scheme CM Fadnavis Extends Youth Training Scheme Extended by 5 Months

Youth Training Scheme CM Fadnavis Extends Youth Training Scheme Extended by 5 Months

News Continuous Bureau | Mumbai

 Youth Training Scheme :   યુવાનોના કૌશલ્યના વિકાસ માટેની મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાની મુદતમાં પાંચ મહિનાનો વધારો કરીને હવે તે ૧૧ મહિના સુધીની કરવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ યોજનાનો સમયગાળો પહેલા છ મહિના સુધી મર્યાદિત હતો. વિધાનસભ્યોની માંગણીને ધ્યાનમાં લઇને  મુખ્યમંત્રીએ આ સમયગાળો પાંચ મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  PM Modi Surat Visit : PM મોદી સુરતની મુલાકાતે, ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ..

આ જાહેરાત કરતી વખતે, મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ સમયગાળા માટે હવે કોઈ વધારો કરવામાં આવશે નહીં. કારણ કે આ યોજના કાયમી રોજગાર માટે નથી પરંતુ તાલીમ માટે છે. ઘણા યુવાનો આ તકની રાહ જોઈ રહ્યા છે. દરેકને તક મળે એજ આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય છે. તેમણે ઉમેર્યુ હતું કે જો તાલીમ પામેલા યુવાનોને સરકારી પ્રમાણપત્ર મળે તો તેમને નોકરી મેળવવાનું સરળ બનશે. રાજ્ય સરકાર કૌશલ્ય વિકાસ અને અસરકારક તાલીમ દ્વારા યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી વધુને વધુ યુવાનો આ યોજનાનો લાભ લઈ શકે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version