કેરળમાં કોરોના મહામારીની વચ્ચે દેશમાં ઝીકા વાયરસે દસ્તક દીધી છે
કેરળ સરકારના જણાવ્યા અનુસાર કુલ 19 સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીને મોકલ્યા હતા. જેમાંથી 14 સેમ્પલ ઝીકા વાઇરસ પોઝિટીવ આવ્યા હતાં.
કહેવામાં આવી રહ્યું છે કે ઝીકા વાયરસના ચેપના તમામ કેસો રાજધાની તિરુવનંતપુરમમાં મળી આવ્યા છે.
કેરળમાં ઝીકા વાઇરસના વધુ 14 નવા કેસ સપાટી પર આવતા કેન્દ્ર સરકારે આ રાજ્ય માટે એલર્ટ જારી કર્યું છે અને સ્થિતિની સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની એક ટીમને કેરળ રવાના કરી છે.
આ રોગના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ છે. ઝીકા વાઇરસથી પીડિત વ્યકિતને તાવ અને સાંધામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે.