Site icon News Continuous Bureau | Mumbai

Gold Price Today 16 June સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! સતત વધારાથી ઝવેરી બજાર ગરમાયું, જાણો આજનો ૧૦ ગ્રામનો ભાવ

Gold Price Today 16 June અમેરિકાઈરાન યુદ્ધ વિરામ બાદ વૈશ્વિક બજારોમાં મોટી હલચલ, દિલ્હીમુંબઈ સહિત દેશના ૧૦ મુખ્ય શહેરોના ૨૪, ૨૨ અને ૧૮ કેરેટના ભાવો જાહેર

Gold Price Today 16 June  સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! સતત વધારાથી ઝવેરી બજાર ગરમાયું, જાણો આજનો ૧૦ ગ્રામનો ભાવ

Gold Price Today 16 June સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! સતત વધારાથી ઝવેરી બજાર ગરમાયું, જાણો આજનો ૧૦ ગ્રામનો ભાવ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Gold Price Today 16 June અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ સમાપ્ત થતાં વૈશ્વિક સ્તરે ભલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હોય, પરંતુ આ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમની સીધી નકારાત્મક અસર સોનાચાંદીના બજાર પર જોવા મળી છે. દેશમાં સળંગ બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવતાં ખરીદદારોના કપાળ પર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે. કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટી રહ્યા છે, પરંતુ સોના અને ઔદ્યોગિક માંગ વધવાની શક્યતાને કારણે ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

Gold Price Today 16 June – બે દિવસની અંદર ૨૪ કેરેટ સોનામાં ૨૪૬૦ રૂપિયાનો ઝીંકાયો મોટો વધારો

૧૬ જૂન, ૨૦૨૬ ના લેટેસ્ટ માર્કેટ અપડેટ અનુસાર, છેલ્લા બે દિવસમાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ દીઠ 2460 રૂપિયા અને ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૨૨૬૦ રૂપિયાનો જંગી વધારો થયો છે. આ પૂર્વે ૧૪ જૂને ભાવ સ્થિર થાય તે પહેલાંના બે દિવસમાં ૨૪ કેરેટ સોનું ૩૪૪૦ રૂપિયા અને ૨૨ કેરેટ સોનું ૩૧૫૦ રૂપિયા મોંઘું થયું હતું. આજે રાજધાની દિલ્હીમાં ૨૪ કેરેટ અને ૨૨ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ દીઠ વધુ ૧૦ રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો છે. બીજી તરફ બે દિવસ સ્થિર રહ્યા બાદ ચાંદીના ભાવમાં પણ આજે પ્રતિ કિલો દીઠ ૧૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

Gold Price Today 16 June – દેશના મુખ્ય ૧૦ શહેરોમાં ૧૦ ગ્રામ સોનાના આજના સત્તાવાર ભાવોનું કોષ્ટક

દેશના અગ્રણી મહાનગરો અને શહેરોમાં આજે ૨૪ કેરેટ, ૨૨ કેરેટ અને ૧૮ કેરેટ શુદ્ધતા ધરાવતા ૧૦ ગ્રામ સોનાના બજાર ભાવોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દિલ્હી, લખનૌ અને જયપુરમાં સોનાના દરો એકસમાન ટ્રેડ થઈ રહ્યા છે, જ્યાં ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૫૧,૬૯૦, ૨૨ કેરેટનો ભાવ ૧,૩૯,૦૫૦ અને ૧૮ કેરેટનો ભાવ ૧,૧૩,૮૧૦ પર પહોંચ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં પણ ભાવ સરખા નોંધાયા છે; આ તમામ શહેરોમાં ૨૪ કેરેટ સોનું ૧,૫૧,૫૪૦, ૨૨ કેરેટ સોનું ૧,૩૮,૯૧૦ અને ૧૮ કેરેટ સોનું ૧,૧૩,૬૬૦ ના સ્તરે વેચાઈ રહ્યું છે.આજના બજારમાં સૌથી મોંઘું સોનું ચેન્નાઈમાં જોવા મળી રહ્યું છે, જ્યાં ૨૪ કેરેટ માટે ગ્રાહકોએ ૧,૫૩,૫૦૦, ૨૨ કેરેટ માટે ૧,૪૦,૭૧૦ અને ૧૮ કેરેટ માટે ૧,૧૮,૦૧૦ ચૂકવવા પડી રહ્યા છે. બીજી તરફ, અમદાવાદ અને પટનામાં સોનાના ભાવો સમાન ચાલી રહ્યા છે, જેમાં ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ૧,૫૧,૫૯૦, ૨૨ કેરેટની કિંમત ૧,૩૮,૯૬૦ અને ૧૮ કેરેટની કિંમત ૧,૧૩,૭૧૦ સ્થિર થઈ છે. આમ, અલગ-અલગ શહેરોમાં સ્થાનિક ટેક્સ અને ચાર્જીસને કારણે સોનાના દરોમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે.

Gold Price Today 16 June – ચાંદીની ચમક પણ વધી, ચેન્નાઈમાં સૌથી મોંઘો ભાવ ૨,૮૦,૧૦૦ રૂપિયા પર પહોંચ્યો

સોનાની સાથોસાથ કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ સળંગ બીજા દિવસે તેજીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસની અંદર જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો દીઠ ૫૧૦૦ રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. આ અગાઉ ૧૨ જૂને એક જ દિવસમાં ચાંદીમાં ૧૦,૦૦૦ રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો. આજના વધારા સાથે દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨,૬૫,૧૦0 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જોકે તામિલનાડુના ચેન્નાઈમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨,૮૦,૧૦0 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે, જે દેશના અન્ય તમામ મહાનગરોની સરખામણીએ સૌથી વધુ મોંઘો છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Monsoon Delayed Update ચોમાસાની રાહ જોતાં મુંબઈગરાઓ હાલબેહાલ ક્યારે મળશે ગરમીથી રાહત? હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

INDIA Bloc Charges Against CEC Gyanesh Kumar ચૂંટણી ચોરી અને ૧૩.૨ કરોડ મતદારોના નામ હટાવવાનો દાવો મલ્લિકાર્જુન ખડગેએ CEC જ્ઞાનેશ કુમાર પર લગાવ્યા ૬ ગંભીર આરોપ
Air Chief Marshal Ashutosh Dixit Takes Charge એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે ૨૯મા વાયુસેના વડા તરીકે કમાન સંભાળી ૪૨ વર્ષની સેવા બાદ એપી સિંહ થયા નિવૃત્ત
Opposition Parties Skip Ramlila Maidan Rally રામલીલા મેદાનની વિપક્ષી રેલીથી આ ૪ પક્ષો રહેશે દૂર ટીવીકે અને બીજેડીએ પોતાની રાજકીય ભૂમિકા સ્પષ્ટ કરી
Panchkula School Girl Assault શાળા પરિસરમાં આટલી હિંસક માનસિકતા ક્યાંથી આવી? ૮ વર્ષીય બાળકે ૬ વર્ષની વિદ્યાર્થિની પર ઈંટકૂંડાથી હુમલો કર્યો; જુઓ રુવાડા ઉભા કરી દેતો વિડીયો..
Exit mobile version