Site icon News Continuous Bureau | Mumbai

Gold Price Today।સોનું ખરીદનારાઓ માટે લોટરી! કિંમતોમાં અચાનક આવ્યો મોટો ઘટાડો; જાણી લો મુંબઈ અને દિલ્હીમાં આજનો રેટ

Gold Price Today।આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ અને અમેરિકાઈરાન તણાવની સીધી અસર; સોનાની સાથે ચાંદીના ભાવ પણ ગગડ્યા, ગ્રાહકો માટે ખરીદીની ઉત્તમ તક.

Gold Price Today।સોનું ખરીદનારાઓ માટે લોટરી! કિંમતોમાં અચાનક આવ્યો મોટો ઘટાડો; જાણી લો મુંબઈ અને દિલ્હીમાં આજનો રેટ

Gold Price Today।સોનું ખરીદનારાઓ માટે લોટરી! કિંમતોમાં અચાનક આવ્યો મોટો ઘટાડો; જાણી લો મુંબઈ અને દિલ્હીમાં આજનો રેટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Gold Price Today। લગ્નસરા અને તહેવારોની મોસમ વચ્ચે સોનાચાંદીના દાગીના ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે એક બહુ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પાછલા થોડા દિવસોથી સોનાના ભાવમાં ચાલી રહેલો ઘટાડાનો દોર શનિવારે (૬ જૂન ૨૦૨૬) પણ યથાવત રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થઈ રહેલી મોટી નાણાકીય ઘડભાંગના કારણે ભારતીય સર્રાફા બજારમાં (બુલિયન માર્કેટ) સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ઘટીને ૧,૫૫,૮૭૦ રૂપિયા સુધી નીચે આવી ગયો છે, જ્યારે આર્થિક પાટનગર મુંબઈમાં પણ સોનાના દરોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવ સતત ગગડતા હોવાના લીધે સામાન્ય મધ્યમવર્ગીય ગ્રાહકોને મોટી આર્થિક રાહત મળી છે.

વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ નબળું પડ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ જલડમરૂમધ્યમાં ચાલી રહેલો સૈન્ય તણાવ અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર અંગે સર્જાયેલી ભારે અનિશ્ચિતતાના કારણે પશ્ચિમ એશિયામાં મોટો ભય છે. આ ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવને લીધે વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રાખવામાં આવશે તેવી ચિંતા વધી છે, જે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ માટે આર્થિક દ્રષ્ટિએ નકારાત્મક પરિબળ સાબિત થયું છે. અગાઉના દિવસે દિલ્હીના સર્રાફા બજારમાં ૯૯.૯ ટકા શુદ્ધ સોનાનો ભાવ ૪०० રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૯,૯०० રૂપિયા પર બંધ રહ્યો હતો, જે આજે વધુ તૂટ્યો છે.

મુંબઈ અને અમદાવાદમાં ૨૨ અને ૨૪ કેરેટ સોનાના આજના લેટેસ્ટ દરો પર એક નજર

દેશના વિવિધ મુખ્ય શહેરોમાં સોનાના સત્તાવાર ભાવો અલગ-અલગ નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૫,૮૭૦ રૂપિયા છે, જ્યારે ઘરેણાં બનાવવા માટે વપરાતા ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧,૪૨,૮૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. મુંબઈ, પુણે, બેંગલુરુ અને કોલકાતામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧,૪૨,૭૪૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧,૫૫,૭૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો છે. વેપારી મથક ગણાતા અમદાવાદમાં (Ahmedabad) ૨૨ કેરેટ સોનું ૧,૪૨,૭૯૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનું ૧,૫૫,૭૭૭૦ રૂપિયાના ભાવે મળી રહ્યું છે. દક્ષિણ ભારતના ચેન્નાઈમાં સોનાના ભાવ હંમેશની જેમ થોડા ઊંચા છે, ત્યાં ૨૪ કેરેટ સોનું ૧,૫૭,૯૫૦ રૂપિયા અને ૨૨ કેરેટ સોનું ૧,૪૪,૨૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે છે.

ચાંદીના ભાવમાં પણ ભયાનક ઘટાડો, ૧ કિલો ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર

સોનાની પગલે-પગલે ઔદ્યોગિક વપરાશ ધરાવતી અન્ય કિંમતી ધાતુ એટલે કે ચાંદીના (Silver) ભાવોમાં પણ સતત અને મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારે સવારે બજાર ખુલતાની સાથે જ દેશમાં ચાંદીનો સત્તાવાર ભાવ ૨,૭૪,૯०० રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના સ્તરે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આના અગાઉના ટ્રેડિંગ સત્રમાં દિલ્હીના બજારમાં ચાંદીના ભાવમાં એક જ ઝાટકે ૫,००૦ રૂપિયાનો ભયાનક કડાકો બોલાયો હતો અને ભાવ ૨,૬૦,૭૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો સ્પોટ ભાવ અત્યારે ૭૨.૮૯ ડૉલર પ્રતિ ઔંસની આસપાસ ચાલી રહ્યો છે. બજારના નિષ્ણાતોના મતે વૈશ્વિક બજાર સ્થિર ન થાય ત્યાં સુધી કિંમતોમાં આવી વધ-ઘટ જોવા મળી શકે છે.

👉 આ સમાચાર વાચો:
US Iran Conflict | અમેરિકા અને ઈરાન વચ્ચે આરપારની લડાઈ? હોર્મુઝમાં યુએસ સેનાની મોટી કાર્યવાહીથી દુનિયાભરમાં ખળભળાટ

Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
RBI Scheme Rupee Surge આરબીઆઈની આ યોજનાથી રૂપિયામાં તુફાની છલાંગ, ડોલર સામે જોવા મળી 47 પૈસાની શાનદાર રિકવરી
Gold Silver Price Surge સોનું 1,54,000 ને પાર અને ચાંદી 2,40,000 ના સ્તરની નજીક, વાયદા બજારમાં અચાનક તેજી પાછળના મુખ્ય કારણો
Exit mobile version