Site icon News Continuous Bureau | Mumbai

Goldsilver Price Today। સોનું થયું સસ્તું! ભાવમાં ૧૨૦૦નો મોટો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ.

Goldsilver Price Today। સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાશ; લગ્નગાળામાં સોનું ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે રાહતના સમાચાર.

Goldsilver Price Today। સોનું થયું સસ્તું! ભાવમાં ૧૨૦૦નો મોટો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ.

Goldsilver Price Today। સોનું થયું સસ્તું! ભાવમાં ૧૨૦૦નો મોટો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Goldsilver Price Today। દેશમાં આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એક તરફ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 1200 સુધીનો ઘટાડો થયો છે, તો બીજી તરફ ચાંદીની ચમક પણ થોડી ઓછી થઈ છે. ભારત જેવા દેશમાં જ્યાં સોનું માત્ર રોકાણનું સાધન જ નહીં, પરંતુ લગ્ન અને તહેવારોનું અભિન્ન અંગ માનવામાં આવે છે, ત્યાં આ ઘટાડો સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ છે.

સોનાના લેટેસ્ટ ભાવ (પ્રતિ 10 ગ્રામ)

સોનાના ભાવમાં થયેલા તાજેતરના ઘટાડાને પગલે દેશના મુખ્ય શહેરોમાં ભાવની સ્થિતિમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. હાલના આંકડાઓ મુજબ, મુંબઈ અને બેંગલુરુમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧,૫૩,૫૫૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧,૪૦,૭૫૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો છે. તેવી જ રીતે, અમદાવાદમાં ૨૪ કેરેટ સોનું ૧,૫૩,૬૦૦ અને ૨૨ કેરેટ સોનું ૧,૪૦,૮૦૦ ના ભાવે વેચાઈ રહ્યું છે. દિલ્હીની વાત કરીએ તો, ત્યાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧,૫૩,૭૦૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧,૪૦,૯૦૦ છે. આ યાદીમાં ચેન્નાઈ સૌથી મોંઘું શહેર રહ્યું છે, જ્યાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧,૫૫,૦૧૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧,૪૨,૦૯૦ સુધી પહોંચ્યો છે.

ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો

સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે દેશભરમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 100નો ઘટાડો થયો છે. હાલમાં એક કિલો ચાંદીનો સરેરાશ ભાવ 2,59,900 છે, જ્યારે પ્રતિ ગ્રામ ચાંદી 259.90ના ભાવે ઉપલબ્ધ છે. ચેન્નાઈમાં ચાંદીનો ભાવ 2,69,900 પ્રતિ કિલો રહ્યો છે.

લાંબા ગાળા માટે સોનું સુરક્ષિત રોકાણ

ભારતીય અર્થવ્યવસ્થામાં સોનું હંમેશા એક સુરક્ષિત રોકાણ (Hedge) માનવામાં આવે છે. જ્યારે પણ અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા હોય કે મોંઘવારી વધે, ત્યારે સોનું આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. ટૂંકા ગાળા માટે સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે, પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે સોનું હંમેશા મજબૂત અને વિશ્વસનીય સંપત્તિ તરીકે જોવામાં આવે છે.

👉 આ સમાચાર વાચો:
Saptank Yog 2026| સાક્ષાત્ લક્ષ્મી કૃપા! આજે સર્જાઈ રહ્યો છે દુર્લભ ‘સપ્તાંક યોગ’, આ ૩ રાશિઓને મળશે અપાર સફળતા અને ધનલાભ

BrahMos Indonesia Defense Deal ભારત પાસેથી બ્રહ્મોસ અને પાકિસ્તાનતુર્કીયે સાથે સંરક્ષણ ગઠબંધન! ઈન્ડોનેશિયાની આ બેવડી ચાલ પાછળ કોણ છે ટાર્ગેટ?
Gold Silver Price Rally સોનું રહી ગયું પાછળ, ચાંદીએ કરાવી દીધી ચાંદી! એક જ વર્ષમાં ૪૫% રિટર્ન આપી રોકાણકારોને કર્યા માલામાલ જાણો તેજીનું કારણ
India Slams UN Rapporteur દાઉદ ભારતમાં નથી, પાકિસ્તાનમાં છે! સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ભારતે અરીસો બતાવી આતંકવાદ રિપોર્ટને ફગાવ્યો
Crime Branch Summons સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું પૂછપરછ માટે આ તારીખે હાજર રહેવા નોટિસ
Exit mobile version