Site icon News Continuous Bureau | Mumbai

Weather Alert। મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી દેશમાં સૌથી ગરમ નોધાયું, નવતપાના આગામી ૭ દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી

Weather Alert। દેશભરમાં કાળઝાળ ગરમી અને હીટવેવનો પ્રકોપ, રાજસ્થાનયુપીમાં પારો ૪૬ ડિગ્રીને પાર, ૨૯ મે પછી પશ્ચિમી વિક્ષોભથી રાહત મળવાની આશા.

Weather Alert। મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી દેશમાં સૌથી ગરમ નોધાયું, નવતપાના આગામી ૭ દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી

Weather Alert। મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી દેશમાં સૌથી ગરમ નોધાયું, નવતપાના આગામી ૭ દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Weather Alert। દેશભરમાં સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે અને ભયાનક હીટવેવ (લૂ) પોતાનો પ્રકોપ વર્તાવી રહી છે. રવિવારે દેશના અનેક રાજ્યોમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના (IMD) સત્તાવાર અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવેલું બ્રહ્મપુરી ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ સ્થળ નોંધાયું છે. હવામાન વિભાગે આગામી ૭ દિવસ માટે મધ્ય ભારત અને ઉત્તરપશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમીથી લઈને ગંભીર લૂ ચાલવાની આકરી ચેતવણી જાહેર કરીને લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

મહારાષ્ટ્રના વિદર્ભ અને રાજસ્થાનમાં તાપમાન ૪૭ ડિગ્રીની નજીક પહોંચ્યું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં તાપમાન સામાન્ય કરતાં ૪.૬ ડિગ્રી વધુ એટલે કે ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ ઉપરાંત વિદર્ભના અન્ય શહેરોમાં પણ આભમાંથી અગનગોળા વરસ્યા હતા, જેમાં ચંદ્રપુરમાં ૪૫.૬ ડિગ્રી, વર્ધામાં ૪૫.૫ ડિગ્રી, નાગપુરમાં ૪૫.૪ ડિગ્રી અને અમરાવતીમાં ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ગરમીનો પારો ૪૫ થી ૪૬ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો, જેમાં શ્રી ગંગાનગર ૪૬ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જયપુર હવામાન કેન્દ્રે ચેતવણી આપી છે કે ૨૬ અને ૨૭ મે ના રોજ પશ્ચિમી રાજસ્થાનના કેટલાક ભાગોમાં પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દિલ્હી-એનસીઆરમાં અસહ્ય ઉકળાટ અને યુપીનું બાંદા સૌથી ગરમ સ્થળ

દેશની રાજધાની દિલ્હીમાં પણ ગરમીની સિઝનનો સરેરાશ પારો ૪૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ૩.૪ ડિગ્રી વધારે છે. દિલ્હીના અયાનગર અને રિજ હવામાન કેન્દ્રો પર તાપમાન 44.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે, જ્યાં બુંદેલખંડ વિસ્તારનું બાંદા ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ સાબિત થયું હતું. આ ઉપરાંત પ્રયાગરાજ, ઝાંસી અને ઉરઈમાં ૪૫.૬ ડિગ્રી તેમજ આગ્રામાં ૪૫.૪ ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું. પંજાબ અને હરિયાણામાં પણ હીટવેવ યથાવત રહી હતી, જેમાં હરિયાણાના સિરસામાં સૌથી વધુ ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

૨૮-૨૯ મે થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી થોડી રાહત મળવાની આશા

આ ભયાનક ગરમી વચ્ચે હવામાન વિભાગે સામાન્ય જનતા માટે આશાના કિરણ સમાન એક મહત્વની આગાહી પણ કરી છે. આઈએમડી (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી ૨૮ અને ૨૯ મે ૨૦૨૬ થી દેશમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. આ નવી હવામાન પ્રણાલીને કારણે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ધૂળની ડમરીઓ સાથે આંધી-તૂફાન આવવાની તેમજ હળવો વરસાદ પડવાની સંભાવના છે. આનાથી મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે. બીજી તરફ આંધ્રપ્રદેશમાં આગામી ૩ દિવસ સુધી તીવ્ર લૂ ચાલવાની ચેતવણી આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આપવામાં આવી છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ

Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
SBI’s role in Ram Temple donation case રામ મંદિર દાન ચોરી કેસમાં SIT એ SBI ની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, બેંક કર્મચારીની થશે પૂછપરછ
JioTV Pro Pack માત્ર 55 રૂપિયામાં મનોરંજનનો ખજાનો, જાણો શું છે જિયોનો નવો સસ્તો રિચાર્જ પ્લાન
Exit mobile version