News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે(Central govt) આધાર કાર્ડના નિયમોમાં(Aadhar Card Rules) કેટલાક નિર્ણયો લીધા છે. આ નવા નિર્ણયોમાં આધારના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તેને ‘એનરોલમેન્ટ એન્ડ અપડેટ 2022’ નામ આપ્યું છે. સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને કહ્યું છે કે આધાર અપડેટ(Aadhar Update) કરવું જરૂરી છે. તમારા માટે 10 વર્ષમાં ઓછામાં ઓછું એકવાર આધાર અપડેટ કરવું ફરજીયાત છે.
UIDAIની આ નવી માર્ગદર્શિકા એવા લોકો માટે છે જેમણે 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવ્યું છે. તે પછી તેમણે ક્યારેય પોતાનું આધાર અપડેટ કર્યું નથી. વાસ્તવમાં, UIDAI ઈચ્છે છે કે આધાર કાર્ડની મહત્વપૂર્ણ વિગતો સમયની સાથે અપડેટ થવી જોઈએ. આવી સ્થિતિમાં, જો તમારું આધાર 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે, તો તમારે તેને અપડેટ કરવું ફરજીયાત રહેશે. આ અપડેટ માટે, બે વસ્તુઓ આપવી ફરજિયાત રહેશે એટલે કે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો.
આ સમાચાર પણ વાંચો: કામના સમાચાર – બેંક લોકર સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર – RBI એ કહ્યું- વસ્તુ રાખતા પહેલા જાણી લો આ નિયમો
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (Ministry of Electronics and Information Technology)ના જણાવ્યા અનુસાર, આધારને અપડેટ કરવાથી સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝીટરી (CIDR)માં સંબંધિત માહિતીની સચોટતા સુનિશ્ચિત થશે. આધાર ધારકો આધારની નોંધણીની તારીખથી દર 10 વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ઓળખ અને સરનામાંનો પુરાવો ધરાવતા દસ્તાવેજો અપડેટ કરી શકે છે.
આધાર નંબર જારી કરનાર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ ગયા મહિને લોકોને વિનંતી કરી હતી કે જો તેઓ પાસે આધાર નંબર હોય 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય અને સંબંધિત માહિતી ફરીથી અપડેટ ન કરી હોય તો તેઓ ઓળખ અને સરનામાંના પુરાવાના દસ્તાવેજો અપડેટ કરો.
તમે આધાર કાર્ડ સાથે સંબંધિત દસ્તાવેજો ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ માટે તમારે ‘My Aadhar’ પોર્ટલ અને ‘My Aadhar’ એપ પર જવું પડશે. આ સિવાય તમે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈને પણ આ સુવિધા લઈ શકો છો.
આ સમાચાર પણ વાંચો: લ્યો કરો વાત!! મહારાષ્ટ્રમાં અહીં મજૂરી કરવા આવતા લોકો માટે લક્ઝુરિયસ કાર પીકપ અને ડ્રોપ માટે આવે છે.