Site icon

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી

Maharashtra Weather Update: ઉત્તર ભારતના શીતલહેરની અસરથી તાપમાનનો પારો ગગડશે; પુણેમાં ઠંડી વધી, મુંબઈમાં હવાની ગુણવત્તામાં થયો સુધારો.

Maharashtra Weather Update મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર

Maharashtra Weather Update મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર

News Continuous Bureau | Mumbai

Maharashtra Weather Update: મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના હવામાનમાં અત્યારે સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક કડક ઠંડી તો ક્યારેક બપોરે ઉકાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આગામી બે થી ત્રણ દિવસમાં રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં અત્યાર સુધી ઠંડી ઓછી હતી, પરંતુ હવે તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે.હવામાનમાં થઈ રહેલા આ ફેરફારને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. શરદી, તાવ અને ઉધરસ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારત તરફથી આવી રહેલી શીતલહેરને કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જઈ શકે છે.

Join Our WhatsApp Community

પુણેમાં ઠંડીનો ચમકારો, નિફાડ રાજ્યમાં સૌથી ઠંડું

પણેમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ સુધી પુણેમાં કડક ઠંડી યથાવત રહેશે. બીજી તરફ, નાસિકના નિફાડમાં રાજ્યનું સૌથી ઓછું 7.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે ગોંદિયામાં 9.8 ડિગ્રી અને ધુળેમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે.

આજે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અનેક ભાગોમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. વાદળોને કારણે બપોરના સમયે થોડો ઉકાળો અનુભવાઈ શકે છે. ક્યારેક ઠંડી અને ક્યારેક વાદળછાયું વાતાવરણ રહેવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જે કૃષિ પાક માટે પણ મહત્વનું સાબિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Iran-US Tension: ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની ખુલ્લી ધમકી; અમારા નેતા વિરુદ્ધ કોઈ પણ પગલું ભરશો તો દુનિયાને આગ લગાડી દઈશું

મુંબઈગરાને પ્રદૂષણથી મળી રાહ

મુંબઈ શહેર અને ઉપનગરોમાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. આંકડા મુજબ રવિવારથી મુંબઈનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘સંતોષકારક’ શ્રેણીમાં નોંધાયો છે. દિલ્હી અને અન્ય શહેરોમાં જ્યારે પ્રદૂષણ ચિંતાનો વિષય છે, ત્યારે મુંબઈમાં પ્રદૂષણ ઘટવાથી નાગરિકોને શ્વાસ લેવામાં રાહત મળી છે.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version