Site icon

Mumbai Air Pollution: મુંબઈમાં વઘતા વાયુ પ્રદુષણ વચ્ચે કાયદો નેવે મુકાયો? રાત્રે 12 વાગ્યા સુધી ચાલી આતશબાજી..

Mumbai Air Pollution: દેશની આર્થિક રાજધાની મુંબઈ પ્રદૂષણની ઝપેટમાં છે. શહેરમાં પ્રદૂષણ ન ફેલાય અને લોકોના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર ન થાય તે માટે બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં માત્ર બે કલાક ફટાકડા ફોડવાના નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકાર અને BMCની વિનંતીઓ છતાં, મુંબઈમાં માર્ગદર્શિકાનું મોટાપાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે. જંગી રીતે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે…

Mumbai: Unseasonal rains improve citys air quality to satisfactory levels

હાશ.. મુંબઈમાં હવાની ગુણવત્તા સુધરી, આ કારણે શહેરમાં ઘટ્યું વાયુ પ્રદૂષણ..

News Continuous Bureau | Mumbai 

Mumbai Air Pollution: દેશની આર્થિક રાજધાની મુંબઈ પ્રદૂષણ (Mumbai Air Pollution) ની ઝપેટમાં છે. શહેરમાં પ્રદૂષણ ન ફેલાય અને લોકોના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર ન થાય તે માટે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) મુંબઈમાં માત્ર બે કલાક ફટાકડા (Firecracker) ફોડવાના નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકાર અને BMCની વિનંતીઓ છતાં, મુંબઈમાં માર્ગદર્શિકાનું મોટાપાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે. જંગી રીતે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. ધનતેરસ અને છોટી દિવાળીના દિવસો જાણીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. રાત્રે મુંબઈ ધુમાડાથી ભરેલું હતું. લક્ષ્મી પૂજાની સવારે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ જોવા મળી હતી.

Join Our WhatsApp Community

મુંબઈમાં વધી રહેલા પ્રદુષણ પર બોમ્બે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે આ નિર્ણય જનતા પર છોડી દીધો છે કે તેઓ પોતે નક્કી કરે કે તેમને સ્વસ્થ્ય જીવન જોઈએ છે કે ફટાકડા ફોડવા છે. કોર્ટે દિવાળી નિમિત્તે માત્ર 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાના નિર્દેશો આપ્યા છે. રાજ્ય સરકાર અને BMC પ્રશાસને પણ લોકોને હાઈકોર્ટની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ દિવાળીમાં ઓછા ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. તેમ છતાં, કેટલાક લોકો એવા મોટા ફટાકડા ફોડતા જોવા મળે છે જે અવાજ અને પ્રદૂષણનું કારણ બને છે. ઘણા લોકો સમયમર્યાદાનું પાલન પણ કરતા નથી. જો કે કેટલાક લોકો સામાજિક જવાબદારીને મહત્વ આપી ફટાકડા ફોડવાનું ટાળી રહ્યા છે.

મુંબઈના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સુધારો થયો હતો. મુંબઈનો AQI છેલ્લા બે દિવસથી 112ની આસપાસ રહ્યો હતો. પરંતુ દિવાળી દરમિયાન AQI વધવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના મતે મુંબઈનો હવા ગુણવત્તા સૂચકાંક રવિવારે 162 અને સોમવારે 163 સુધી પહોંચી શકે છે. શનિવારે, BKCમાં 154 AQI, બાંદ્રા- 144, સાયન- 134, એરપોર્ટ વિસ્તાર, જુહુ અને દેવનાર- 122, વરલી- 110, મલાડ- 105, નેવી નગર- 102, કોલાબા અને કુર્લામાં 99 AQI નોંધવામાં આવ્યા હતા.

નિશ્ચિત સમયનું પાલન કર્યા વગર મોડી રાત સુધી ફટાકડાં ફોડવામાં આવ્યા..

પ્રદૂષણને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલના જણાવ્યા અનુસાર, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. પરંતુ લોકોએ હાઈકોર્ટની સૂચનાનું પાલન કરવું જોઈએ. ફટાકડાથી થતા વાયુ પ્રદૂષણને કારણે બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને અસ્થમા જેવા રોગના દર્દીઓને સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. પર્યાવરણને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો. પ્રદુષણની સમસ્યા લોકભાગીદારીથી જ ઉકેલી શકાય છે.

મુંબઈ પોલીસ અને BMC કમિશનરે મુંબઈના લોકોને ઇકો-ફ્રેન્ડલી ફટાકડાનો ઉપયોગ કરવા અને દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે. BMCના નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીન ફટાકડા ફોડો જેથી અવાજ અને વાયુ પ્રદૂષણ ન ફેલાય. તેવી જ રીતે શાળાના બાળકોને પણ દીવા પ્રગટાવીને અને ફટાકડા ન ફોડીને દિવાળી ઉજવવાના શપથ લેવડાવવામાં આવ્યા છે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Donald Trump: ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધો લગાવવા માટે લાવી રહી છે કાયદો, ભારતની મુશ્કેલીઓ વધશે
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Exit mobile version