Site icon

Mumbai Local: આજે અને આવતીકાલે મુંબઈ લોકલમાં મોટો મેગા બ્લોક: પશ્ચિમ રેલ્વેની 100 થી વધુ ટ્રેનો ઠપ્પ; પ્રવાસ કરતા પહેલા ટાઈમ ટેબલ ચેક કરી લેજો.

ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બ્રિટિશ કાળના પુલનું કામ શરૂ; પ્રભાદેવીમાં પણ બ્રિજ તોડવા માટે બ્લોક, ઘરની બહાર નીકળતા પહેલા જુઓ ટાઈમટેબલ.

Mumbai Local આજે અને આવતીકાલે મુંબઈ લોકલમાં

Mumbai Local આજે અને આવતીકાલે મુંબઈ લોકલમાં

News Continuous Bureau | Mumbai

Mumbai Local  મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવામાં આ રવિવારે મોટો ખલેલ પડશે. પશ્ચિમ રેલ્વે દ્વારા ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પુલ નંબર 5 ના ગર્ડર બદલવા માટે 13 કલાકનો બ્લોક જાહેર કરાયો છે. આ કામગીરી શનિવારે રાતથી શરૂ થઈને રવિવારે બપોર સુધી ચાલશે. આ દરમિયાન કુલ 145 લોકલ ફેરા રદ રહેશે અને 76 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. મધ્ય અને ટ્રાન્સ હાર્બર લાઇન પર પણ રવિવારે મેન્ટેનન્સ બ્લોક રહેશે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલ્વે (Western Railway)

ગ્રાન્ટ રોડથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે જૂના પુલના ગર્ડર બદલવા અને પ્રભાદેવી બ્રિજ તોડવા માટે બે મોટા બ્લોક લેવામાં આવ્યા છે:
સમય: શનિવારે રાત્રે 11:00 થી રવિવારે બપોરે 12:00 વાગ્યા સુધી (13 કલાક).
અસર: 145 ટ્રેનો રદ રહેશે. આ દરમિયાન સ્લો ટ્રેનોને ફાસ્ટ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે.
મહત્વની નોંધ: મહાલક્ષ્મી, પ્રભાદેવી, માટુંગા રોડ, લોઅર પરેલ અને માહિમ સ્ટેશન પર લોકલ ટ્રેનો ઊભી રહેશે નહીં.

મધ્ય રેલ્વે – મુખ્ય લાઇન (Central Railway)

માટુંગા અને મુલુંડ વચ્ચે મેન્ટેનન્સ માટે બ્લોક લેવામાં આવશે:
સમય: સવારે 11:05 થી બપોરે 3:55 વાગ્યા સુધી.
અસર: અપ અને ડાઉન સ્લો લાઇનને ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે. કેટલીક ટ્રેનો રદ રહેશે અને કેટલીક ટ્રેનો 20 મિનિટ મોડી ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ: કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી; વિદર્ભ-મરાઠવાડા સહિત આ વિસ્તારો માટે ‘ઓરેન્જ એલર્ટ’.

ટ્રાન્સ હાર્બર લાઇન (Trans-Harbour Line)

ઠાણેથી વાશી/નેરુળ વચ્ચે રવિવારે બ્લોક રહેશે:
સમય: સવારે 11:10 થી બપોરે 4:10 વાગ્યા સુધી.
અસર: ઠાણે-વાશી/નેરુળ/પનવેલ વચ્ચેના તમામ ફેરા રદ રહેશે. જોકે, હાર્બર લાઇન (CSMT-પનવેલ) પર કોઈ બ્લોક નથી, તેથી તે સેવા સામાન્ય રહેશે.

 

Mustafizur Rahman IPL Exit: મુસ્તફિઝુર રહેમાનની IPL માંથી હકાલપટ્ટી, BCCI ના ઉચ્ચ સ્તરે લેવાયો મોટો નિર્ણય, ગવર્નિંગ કાઉન્સિલને પણ અંધારામાં રખાઈ!
BMC Election: મુંબઈમાં ચૂંટણી પહેલા પૈસાનો વરસાદ! દેવનારમાં ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી,અધધ આટલા કરોડની રોકડ જપ્ત
Santosh Dhuri: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત: સંતોષ ધુરી મનસેને કહેશે ‘જય મહારાષ્ટ્ર’? ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઠાકરેની ચિંતા વધી
Western Railway: મુંબઈગરાઓ સાવધાન! કાંદિવલી-બોરીવલી વચ્ચે કામગીરીને પગલે મંગળવાર અને બુધવારે પશ્ચિમ રેલવેની આટલી લોકલ રદ
Exit mobile version