News Continuous Bureau | Mumbai
Navi Mumbai Airport નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ના દ્વાર આજથી મુસાફરો માટે ખુલી ગયા છે. સવારે 6:40 વાગ્યે ટર્મિનલ બિલ્ડિંગ મુસાફરો માટે ખોલવામાં આવ્યું હતું અને સવારે 8:55 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટે હૈદરાબાદ માટે પ્રથમ ઉડાન ભરી હતી. અદાણી ગ્રુપ અને સિડકો (CIDCO) ના સહયોગથી બનેલું આ એરપોર્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિનો અદભૂત સંગમ છે.
પહેલા દિવસે 30 ફ્લાઈટ્સની અવરજવર
ઓપરેશનના પ્રથમ દિવસે કુલ 30 એર ટ્રાફિક મૂવમેન્ટ (આગમન અને પ્રસ્થાન) થશે. હાલમાં એરપોર્ટ સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
જોડાણ: શરૂઆતમાં દેશના 9 શહેરો સાથે કનેક્ટિવિટી મળશે, જે ટૂંક સમયમાં વધારીને 13 કરવામાં આવશે.
એરલાઈન્સ: ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્ટાર એર જેવી કંપનીઓ અહીંથી સેવા પૂરી પાડી રહી છે.
અત્યાધુનિક સુવિધાઓ અને ‘કમળ’ થીમ
1160 હેક્ટરમાં ફેલાયેલા આ એરપોર્ટનું ટર્મિનલ ભારતનું રાષ્ટ્રીય ફૂલ ‘કમળ’ ની થીમ પર આધારિત છે.
ડિજી યાત્રા: મુસાફરોને પેપરલેસ અને કોન્ટેક્ટલેસ એન્ટ્રી માટે ‘ડિજી યાત્રા’ ની સુવિધા મળશે.
સ્થાનિક સ્વાદ: એરપોર્ટની અંદર ખાવા-પીવાની સુવિધાઓમાં મુંબઈના સ્થાનિક સ્વાદ અને વાજબી ભાવનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Karnataka Bus Accident: કર્ણાટકમાં કાળમુખો અકસ્માત: બસ અને લોરીની ટક્કર બાદ મુસાફરો જીવતા ભુંજાયા, ચિત્રદુર્ગમાં ૧૦ થી વધુના કરુણ મોતથી અરેરાટી!.
પ્રોજેક્ટની કિંમત અને ભવિષ્યનું આયોજન
આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના નિર્માણમાં આશરે રૂ. 19,650 કરોડ નો ખર્ચ થયો છે. હાલમાં એરપોર્ટ વાર્ષિક 2 કરોડ મુસાફરોને સંભાળી શકશે, પરંતુ પાંચેય તબક્કા પૂર્ણ થયા બાદ આ ક્ષમતા વાર્ષિક 9 કરોડ સુધી પહોંચી જશે. આ એરપોર્ટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના દબાણમાં ધરખમ ઘટાડો કરશે.
