Site icon News Continuous Bureau | Mumbai

NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ

NEET Paper Leak। દેશભરમાં ચકચાર જગાવનાર આ કૌભાંડમાં પહેલીવાર કોઈ વિદ્યાર્થીના વાલીની ધરપકડ કરવામાં આવી છે, જે આરસીસી કોચિંગ ક્લાસના સંચાલક શિવરાજ મોટેગાવકરના સંપર્કમાં હતા.

NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ

NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

NEET Paper Leak। ટેક્સ્ટ દેશભરમાં ખળભળાટ મચાવનાર નીટ પેપરલીક (NEET Paper Leak 2026) કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (CBI) એ પુણેમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આ નવો આરોપી વ્યવસાયે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર છે અને તેનું નામ ડૉ. મનોજ શિરુરે છે. ડૉ. મનોજ શિરુરે પર આરસીસી (RCC) કોચિંગ ક્લાસના સંચાલક શિવરાજ મોટેગાવકર પાસેથી પોતાના પુત્ર માટે નીટ પરીક્ષાનું પેપર ખરીદવાનો ગંભીર આરોપ છે. સીબીઆઈ આ મામલે પૂછપરછ માટે લાતુરથી તેમને પુણે લાવી હતી, જ્યાં લાંબી તપાસ બાદ તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કોઈ પેપર ખરીદનાર વાલીની ધરપકડ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે.

શિવરાજ મોટેગાવકર અને પી. વી. કુલકર્ણીના નેટવર્ક સાથે કનેક્શન

મૂળ લાતુરના રહેવાસી ડૉ. મનોજ શિરુરે લાતુર શહેરના જૂના ઔસા રોડ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક ચિલ્ડ્રન હોસ્પિટલ ચલાવે છે. સીબીઆઈની ટીમે આ હોસ્પિટલમાં પહોંચીને ડૉ. શિરુરેની આશરે સાડા ચાર કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન સીબીઆઈએ તેમના કેટલાક મહત્વના દસ્તાવેજો, મોબાઈલ ફોન અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. સીબીઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. શિરુરે મુખ્ય આરોપી શિવરાજ મોટેગાવકર અને પી. વી. કુલકર્ણીના સતત સંપર્કમાં હતા. તપાસ એજન્સીઓને આશંકા છે કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ પેપરલીક નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના પેનલમાંથી આ રીતે લીક થયું પેપર

સીબીઆઈની તપાસમાં નીટ પેપરલીક કૌભાંડની અત્યંત ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી (કાર્યપદ્ધતિ) સામે આવી છે. મુખ્ય આરોપી શિવરાજ મોટેગાવકરે તેના સાથીદારો સાથે મળીને આ આખું ષડયંત્ર ખૂબ જ આયોજનબદ્ધ રીતે ઘડ્યું હતું. મોટેગાવકરે તેના ક્લાસમાં કામ કરતા પી. વી. કુલકર્ણી અને અન્ય એક મહિલા મનીષા માંઢરેની ગોઠવણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના પ્રશ્નપત્ર સેટ કરનારી સત્તાવાર પેનલમાં કરાવી દીધી હતી. યોજના મુજબ, કુલકર્ણીએ કેમિસ્ટ્રી અને મનીષા માંઢરેએ બાયોલોજીના પ્રશ્નપત્રો લીક કરીને મોટેગાવકર સુધી પહોંચાડવાના હતા. વર્ષોથી ભણાવવાનો અનુભવ હોવાથી, બંનેએ એનટીએની અંદર જ પ્રશ્નપત્રોના પ્રશ્નો મોઢે યાદ કરી લીધા હતા.

સીબીઆઈએ રિકવર કર્યો ડિલીટ થયેલો ડેટા

પ્રશ્નો મોઢે યાદ કર્યા બાદ કુલકર્ણી અને મનીષાએ તેને કાગળ પર હાથથી લખીને શિવરાજ મોટેગાવકરને મોકલી આપ્યા હતા. મોટેગાવકરે આ પ્રશ્નોની પીડીએફ (PDF) બનાવીને પોતાના મોબાઈલમાં સેવ કરી લીધી અને આગળ લાખો રૂપિયાના બદલામાં તેની વ્યાપક હેરાફેરી કરી હતી. ૩ મેના રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ મોટેગાવકરે પુરાવા નાશ કરવા માટે પોતાના મોબાઈલમાંથી આ બધો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. જો કે, સીબીઆઈએ ટેકનોલોજીની મદદથી તેના મોબાઈલનો તમામ ડેટા સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે જેના આધારે આ મોટી ધરપકડ કરવામાં આવી છે.

👉 આ સમાચાર વાચો:
India Slams Pakistan। પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર લાગ્યો મોટો ઝટકો! યુએનમાં ભારતે કાઢી ધૂળ, આતંકવાદ મુદ્દે અરીસો બતાવીને કરી દીધું શાંત

Maharashtra Students Pocket Money Scheme મહારાષ્ટ્રમાં આ વિધાર્થીઓને મળશે દર મહિને ₹૨૦૦૦ પોકેટ મની, સરકારે તૈયાર કર્યો પ્રસ્તાવ
Trump Imposes Economic Sanctions યુએસઈરાન યુદ્ધ તણાવ ટ્રમ્પે ઈરાન પર મોટા આર્થિક પ્રતિબંધોની કરી જાહેરાત, મદદગારોને આપ્યો આકરો અલ્ટીમેટમ
Pakistan Airspace Ban Indian Flights ભારત સામે પાકિસ્તાનનું વધુ એક અડિંગો એરસ્પેસ પરનો પ્રતિબંધ યથાવત રાખવાનો નિર્ણય
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
Exit mobile version