Site icon News Continuous Bureau | Mumbai

No Lockdown in India:શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? ઈરાન યુદ્ધ અને પેટ્રોલના ભાવ ઘટ્યા બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ, સરકારે કરી મોટી સ્પષ્ટતા.

No Lockdown in India:લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી, સરકાર પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી; ‘પેનિક બાઈંગ’ ન કરવા જનતાને અપીલ.

No Lockdown in India Amid Iran War: Government Slams Fake News After Slashing Fuel Prices; Hardeep Singh Puri Issues Clarification.

No Lockdown in India Amid Iran War: Government Slams Fake News After Slashing Fuel Prices; Hardeep Singh Puri Issues Clarification.

News Continuous Bureau | Mumbai
No Lockdown in India:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલ સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતભરમાં ફરી લોકડાઉન લાગુ થવાની અફવાઓએ જોર પકડ્યું હતું. જોકે, કેન્દ્ર સરકારે આજે સવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના ઐતિહાસિક નિર્ણય બાદ લોકડાઉન અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ કરી દીધી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે દેશમાં લોકડાઉન લગાવવાનો સરકારનો કોઈ વિચાર નથી. છેલ્લા 24 થી 48 કલાકમાં સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો અને પોસ્ટ વાયરલ થયા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુદ્ધને કારણે સરકાર લોકડાઉન લાદી શકે છે. આ અંગે સ્પષ્ટતા કરતા પુરીએ અંગ્રેજીમાં લખ્યું, “Rumours of a lockdown in India are completely false. Let me state this clearly, there is no such proposal under consideration by the Government of India.” એટલે કે, લોકડાઉનની વાતો માત્ર ભ્રમ ફેલાવવા માટે કરવામાં આવી રહી છે.

વડાપ્રધાનની ચેતવણી અને સરકારની સજ્જતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ સંસદમાં સાવચેત કર્યા હતા કે કેટલાક તત્વો વર્તમાન વૈશ્વિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને અફવા ફેલાવવાનો પ્રયાસ કરશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેલ કંપનીઓને રાહત આપીને જનતા પરનો બોજ ઓછો કરવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે, “આવા સમયે આપણે સૌએ શાંત અને જવાબદાર રહેવું જોઈએ. અફવા ફેલાવવી એ ગેરજવાબદાર અને નુકસાનકારક કૃત્ય છે.”

આ સમાચાર પણ વાંચો: Gold Silver Price:સોનું-ચાંદી ખરીદનારા સાવધાન! ભાવમાં આકરો વધારો, ચાંદીની સપાટી ઉંચકાઈ અને સોનામાં પણ થયો ધરખમ વધારો.

 ઈંધણ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુરક્ષિત

હરદીપ સિંહ પુરીએ ખાતરી આપી છે કે સરકાર ઉર્જા, સપ્લાય ચેઈન અને આવશ્યક ચીજવસ્તુઓની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે દેશમાં ઈંધણ અને અન્ય જરૂરી ચીજોનો પુરવઠો કોઈપણ અવરોધ વિના જારી રહે. ભારત કોઈપણ વૈશ્વિક અનિશ્ચિતતાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને સક્રિય છે.

અફવા ફેલાવનારાઓ સામે થશે કડક કાર્યવાહી

સરકારી એજન્સીઓ લોકડાઉન જેવી ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે જ ઠાણેના મુંબ્રામાં આવી અફવા ફેલાવનાર એક યુવકની પોલીસે અટકાયત કરી હતી. જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર સરકારી જાહેરાતો પર જ વિશ્વાસ કરે અને બજારમાં બિનજરૂરી વસ્તુઓની સંગ્રહખોરી ન કરે.

CBI Probe Suvendu Adhikari PA। ચંદ્રનાથ રથ હત્યાકાંડ સુવેન્દુ અધિકારીના PAના મોતના કેસમાં CBIની એન્ટ્રી, બંગાળમાં ખળભળાટ; અત્યાર સુધીમાં ૩ ઝડપાયા
PM Modi Foreign Visit 2026|શુક્રવારથી પીએમ મોદીનો ૫ દેશોનો પ્રવાસ, ઈટાલીUAE મુલાકાત પર આખી દુનિયાની નજર; ભારત માટે કેમ છે આ પ્રવાસ ખાસ?
India Fuel Reserve Status। પેટ્રોલ પંપ પર લાગશે લાંબી લાઈનો? ઈંધણની અછત અને ‘રાશનિંગ’ ના સમાચાર પર સરકારે તોડ્યું મૌન; જાણી લો લેટેસ્ટ સ્થિતિ
PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?
Exit mobile version