Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Foreign Tour। ૫ દેશોનો ૫ દિવસનો સુપરફાસ્ટ પ્રવાસ ખેડી વતન પરત ફર્યા પીએમ મોદી જાણો ભારત માટે કઈ રીતે ‘ગેમચેન્જર’ સાબિત થઈ આ યાત્રા!

PM Modi Foreign Tour। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટલીની સફળ કૂટનીતિક યાત્રા પૂર્ણ કરી ગુરુવારે સવારે દિલ્હી પરત ફર્યા છે.

PM Modi Foreign Tour। ૫ દેશોનો ૫ દિવસનો સુપરફાસ્ટ પ્રવાસ ખેડી વતન પરત ફર્યા પીએમ મોદી જાણો ભારત માટે કઈ રીતે 'ગેમચેન્જર' સાબિત થઈ આ યાત્રા!

PM Modi Foreign Tour। ૫ દેશોનો ૫ દિવસનો સુપરફાસ્ટ પ્રવાસ ખેડી વતન પરત ફર્યા પીએમ મોદી જાણો ભારત માટે કઈ રીતે 'ગેમચેન્જર' સાબિત થઈ આ યાત્રા!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

PM Modi Foreign Tour। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (૨૧ મે) વહેલી સવારે પાંચ દેશોનો પોતાનો સફળ વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. પીએમ મોદીએ યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટલીની મુલાકાત લીધી હતી, જે વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ મજબૂત કરવાના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જા સુરક્ષા, અદ્યતન ટેકનોલોજી, ક્લાયમેટ ચેન્જ અને સંરક્ષણ ભાગીદારીને વધુ દ્રઢ બનાવવાનો હતો. પાંચ દિવસની આ યાત્રા દરમિયાન ભારતે આર્થિક અને વ્યૂહાત્મક મોરચે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે.

યુએઈ અને નેધરલેન્ડ પ્રવાસમાંથી ભારતને શું મળ્યું?

પીએમ મોદીના પ્રવાસનો પ્રથમ પડાવ ૧૫ મેના રોજ યુએઈ હતો, જ્યાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ એશિયાના ઉર્જા સંકટ વચ્ચે યુએઈએ ભારતના પેટ્રોલિયમ રિઝર્વ માટે ૩ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ અને એલપીજી સપ્લાયની ખાતરી આપી છે, તેમજ ૫ બિલિયન ડોલરના રોકાણ પેકેજની જાહેરાત કરી છે. ત્યારબાદ નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન પણ મોટી સફળતા મળી હતી. ત્યાંની સરકારે ૧૧મી સદીના ચોલ સામ્રાજ્યની ઐતિહાસિક તામ્રપત્રિકાઓ ભારતને પરત સોંપી છે. આ સિવાય સેમિકન્ડક્ટર ક્ષેત્રની દિગ્ગજ કંપની ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે મહત્વની ડીલ થઈ છે.

સ્વીડન અને નોર્વે સાથે ટેકનોલોજી અને ગ્રીન એનર્જી કરાર

સ્વીડનની બે દિવસીય મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે ભારત-સ્વીડન ટેકનોલોજી અને એઆઈ કોરિડોરની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરશે. વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથેની આ ચર્ચા ખૂબ જ સાર્થક રહી હતી. બીજી તરફ, નોર્વેના ઐતિહાસિક પ્રવાસ દરમિયાન ભારત અને નોર્વેએ ‘ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ ની જાહેરાત કરી છે. આ દરમિયાન ગ્રીન હાઇડ્રોજન, પવન ઉર્જા અને કાર્બન કેપ્ચર ટેકનોલોજી સહિત કુલ ૧૨ મુખ્ય કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતના વિશાળ દરિયાકાંઠાના વિકાસ, ગ્રીન શિપિંગ અને અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ઈસરો અને નોર્વે વચ્ચે વિશેષ કરાર પણ થયો છે.

ઈટલી પ્રવાસ સાથે પાંચ દેશોની યાત્રાનું સફળ સમાપન

પીએમ મોદીએ પોતાના પ્રવાસનો અંતિમ પડાવ ઈટલીમાં પૂર્ણ કર્યો હતો. ત્યાં તેમણે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પ્રખ્યાત વિલા ડોરિયા પેમ્ફિલી ખાતે મુલાકાત કરી હતી, જ્યાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બંને નેતાઓએ સંયુક્ત વ્યુહાત્મક કાર્ય યોજના ૨૦૨૫-૨૯ ના અમલીકરણની સમીક્ષા કરી હતી અને વેપાર, રોકાણ, સંરક્ષણ, બ્લુ ઈકોનોમી અને શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંમતિ દર્શાવી હતી. એકંદરે, વડાપ્રધાનનો આ પ્રવાસ ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક કૂટનીતિ માટે એક મોટો ગેમચેન્જર સાબિત થવાનો છે.

👉 આ સમાચાર વાચો:
Caribbean Crisis 2026| ટ્રમ્પ એક્શન મોડમાં! ઇરાન બાદ હવે ક્યુબા પર નજર, કેરેબિયન સમુદ્રમાં પહોંચ્યું અમેરિકાનું શક્તિશાળી યુદ્ધજહાજ

Massive Drug Bust By DRI DRIની ડ્રગ્સ માફિયાઓ સામે મોટી સર્જિકલ સ્ટ્રાઈક 3 અલગઅલગ ઓપરેશનમાં એમ્ફેટામાઇન, કોકેઇન અને હેરોઇનનો જંગી જથ્થો જપ્ત, 5 પેડલરો ઝડપાયા
Bombay High Court On SIR Process ‘SIRમાં નામ રદ કરવાથી અમે રોકી ન શકીએ, કારણ કે…’ બોમ્બે હાઈકોર્ટની ચૂંટણી પંચની તરફેણમાં મહત્વની ટિપ્પણી
BJP Rajya Sabha Candidates List ભાજપે રાજ્યસભા માટે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર ધરમપાલ, પ્રિયંકા અને શ્રુતિ સહિતના દિગ્ગજોને સોંપી મોટી જવાબદારી
RBI MPC Meeting Begins મોંઘવારીના દબાણ વચ્ચે RBI ની MPC બેઠક શરૂ, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સના વધારાની શક્યતા..
Exit mobile version