Site icon News Continuous Bureau | Mumbai

Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી

ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT)-I, ચેન્નાઈના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે શેરોની કિંમત ED દ્વારા રોકી રાખવામાં આવી હતી, તે રકમ હવે સત્તાવાર લિક્વિડેટરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

Kingfisher Airlines employee salary EDનો મોટો ધડાકો કિંગફિશર એરલાઇન્સના કર્મ

Kingfisher Airlines employee salary EDનો મોટો ધડાકો કિંગફિશર એરલાઇન્સના કર્મ

News Continuous Bureau | Mumbai

Kingfisher Airlines employee salary વિજય માલ્યાની બંધ પડેલી કિંગફિશર એરલાઇન્સ ના ભૂતપૂર્વ કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્મચારીઓના બાકી પગાર અને અન્ય ભથ્થાં પેટે 311.67 કરોડ રૂપિયા ની ચૂકવણીને મંજૂરી આપી દીધી છે. વર્ષોથી પોતાની મહેનતની કમાણી માટે રાહ જોઈ રહેલા સેંકડો સ્ટાફ મેમ્બર્સને હવે આ રકમ વહેંચવામાં આવશે.

Join Our WhatsApp Channel

કેવી રીતે થઈ આ રકમની વ્યવસ્થા?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તપાસ દરમિયાન વિજય માલ્યા અને કિંગફિશર એરલાઇન્સની અનેક મિલકતો અને શેર જપ્ત કર્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરાયેલા આ શેરોને વેચીને મળેલી રકમ શરૂઆતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને સોંપવામાં આવી હતી. જોકે, ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) ના તાજેતરના આદેશ મુજબ, આ રકમમાંથી ૩૧૧ કરોડ રૂપિયા હવે કિંગફિશરના જૂના સ્ટાફના વર્ષોથી અટકેલા પગાર અને બાકી લેણાં ચૂકવવા માટે વાપરવામાં આવશે, જે કર્મચારીઓનો કાયદેસરનો હક છે.

ED ની તપાસમાં શું ખુલાસો થયો?

ED ની ઊંડી તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે કિંગફિશર એરલાઇન્સે બેંકો પાસેથી લીધેલી લોનનો ભારે દુરુપયોગ કર્યો હતો. કંપનીએ લોન જે હેતુ માટે લીધી હતી તેના બદલે તેને વિદેશી લીઝ પેમેન્ટ અને વિમાનના સ્પેરપાર્ટ્સ ખરીદવા જેવા અન્ય કાર્યોમાં ડાયવર્ટ કરી દીધી હતી. આ ગેરરીતિ બદલ ED એ PMLA હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫,૦૪૨ કરોડ રૂપિયાની મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે, જ્યારે ૧,૬૯૪.૫૨ કરોડની અન્ય મિલકતો પણ એટેચ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી હજારો કર્મચારીઓમાં આશા જાગી છે કે તેમને વર્ષો બાદ ન્યાય મળશે.

આ સમાચાર પણ વાંચો : BMC Elections 2026: મુંબઈ ભાજપ એક્શન મોડમાં! BMC કબજે કરવા 20 સભ્યોની જંગી ટીમની જાહેરાત, જાણો કયા કયા દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

ક્યારે મળશે પૈસા?

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ED એ ફંડ ટ્રાન્સફર કરી દીધું છે. હવે લિક્વિડેટર દ્વારા કર્મચારીઓની યાદી અને તેમના બાકી નીકળતા લેણાંની ચકાસણી કરીને ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવશે. આનાથી સેંકડો પરિવારોને આર્થિક મદદ મળશે.

Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version