News Continuous Bureau | Mumbai
મુકેશ અંબાણીના પરિવારમાં વધુ એક મહેમાનનું આગમન થયું છે. દક્ષિણ મુંબઈમાં આવેલી રિલાયન્સ હોસ્પિટલમાં શ્લોકા મહેતાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. નવી બાળકીને જોવા માટે મુકેશ અંબાણી ગાડીના કાફલા સાથે રિલાયન્સ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આકાશ અંબાણી અને શ્લોકાના વર્ષ 2018 માં લગ્ન થયા હતા અને ત્યારબાદ વર્ષ 2020 માં તેમને ત્યાં પહેલી વખત પારણું બંધાવ્યું હતું અને પૃથ્વી નો જન્મ થયો હતો.
હવે તેના ઘરે બીજી વખત પારણું બંધાતા અંબાણી પરિવાર મા ખુશીની લહેર દોડી ગઈ છે.
