Site icon News Continuous Bureau | Mumbai

Stock Market Opening:બજારમાં ‘બુલ રન’: US-ઈરાન સીઝફાયરના કારણે રોકાણકારો પર થઈ પૈસાની વર્ષા, સેન્સેક્સમાં મોટો બ્લાસ્ટ

Stock Market Opening:અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતા જ રોકાણકારો માલામાલ; નિફ્ટીએ પણ ખુલતાની સાથે જ 800 પોઈન્ટની લગાવી છલાંગ.

Stock Market Rally: Sensex jumps 2700 points as markets welcome US-Iran ceasefire.

Stock Market Rally: Sensex jumps 2700 points as markets welcome US-Iran ceasefire.

News Continuous Bureau | Mumbai

Stock Market Opening:અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયા માટે થયેલા સીઝફાયરની સીધી અને સકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બુધવારે બજાર ખુલતાની સાથે જ બીએસઈ (BSE) ના 30 શેરો વાળા સેન્સેક્સમાં 2700 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે એનએસઈ (NSE) નિફ્ટીએ પણ ઓપનિંગમાં જ 800 પોઈન્ટની મજબૂત છલાંગ લગાવી હતી. ગ્લોબલ માર્કેટમાં જોવા મળેલી તેજીના પગલે ભારતીય બજાર માટે પોઝિટિવ સિગ્નલ વહેલી સવારથી જ મળી રહ્યા હતા.બુધવારે કારોબારની શરૂઆત થતા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,616.58 ની સરખામણીએ સીધો 77,290 ના લેવલ પર ખુલ્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ તેની રફ્તાર તેજ બની અને તે 77,392 ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. યુદ્ધના વાદળો વિખેરાતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

 નિફ્ટીમાં પણ જોવા મળી તોફાની તેજી

નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો, તે તેના અગાઉના બંધ 23,123.65 ની સરખામણીએ જોરદાર ઉછાળા સાથે 23,855 પર ઓપન થયો હતો. સેન્સેક્સની સાથે કદમ મિલાવીને નિફ્ટી પણ એક ઝટકે 800 પોઈન્ટ વધીને 23,938 ના લેવલ પર પહોંચી ગયો હતો. બજારના નિષ્ણાતો માને છે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થવાની આશાએ બજારને મોટો ટેકો આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Kirit Somaiya Office Fire: રાજકીય અદાવત કે પર્સનલ ગુસ્સો? કિરીટ સોમૈયાની ઓફિસની નેમપ્લેટમાં આગ ચાંપનાર યુવકની કુંડળી આવી સામે

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સમાચારથી બજાર ગેલમાં

ઈરાને આગામી બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક તેલ પુરવઠો સુચારૂ થવાની આશા જાગી છે. તેલની કિંમતો સ્થિર થવાથી ભારત જેવા આયાતકાર દેશોની અર્થવ્યવસ્થા પર દબાણ ઓછું થશે. આ જ કારણ છે કે બજાર ખુલતાની સાથે જ તમામ સેક્ટરમાં લેવાલી જોવા મળી હતી.

રોકાણકારોની સંપત્તિમાં કરોડોનો વધારો

બજારમાં આવેલા આ તોફાની ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં મિનિટોમાં જ કરોડો રૂપિયાનો વધારો થયો છે. બેન્કિંગ, આઈટી (IT) અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. જોકે, નિષ્ણાતો સાવચેત રહેવાની પણ સલાહ આપી રહ્યા છે કારણ કે આ સીઝફાયર અત્યારે માત્ર બે અઠવાડિયા માટે જ છે.

Rahul Priyanka Detained જંતરમંતર પર રાજકીય ઘમાસાણ કૂચ દરમિયાન આજે ફરી રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં
Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
Exit mobile version