Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૩ એપ્રિલ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Todays horoscope today 25 June 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 25 June 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩ એપ્રિલ ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

“તિથિ” – ચૈત્ર સુદ છઠ્ઠ

“દિન મહીમા”

સૂર્યષષ્ઠી, સ્કંદષષ્ઠી, અશોકા ષષ્ઠી (બં.), શ્રી હરિચણદાસ બાપુ જન્મદિન (૧૦૩) ગોંડલ, રોહિણિ વ્રત, દગ્ધયોગ ૦૬-૩૯થી ૨૧-૪૩, રવિયોગ-મૃત્યુયોગ ૦૭-૦૩થી ૨૯-૫૧. 

“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૪ થી ૧૫.૪૭

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૮.૨૦)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૨૦ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૭.૦૧)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૮.૨૦)

સાંજે ૬.૨૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૩૨ – ૮.૦૪

ચલઃ ૧૧.૦૯ – ૧૨.૪૨

લાભઃ ૧૨.૪૨ – ૧૪.૧૪

શુભઃ ૧૭.૧૯ – ૧૮.૫૨

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૫૨ – ૨૦.૧૯

ચલઃ ૨૦.૧૯ – ૨૧.૪૭

લાભઃ ૨૪.૪૧ – ૨૬.૦૯

શુભઃ ૨૭.૩૬ – ૨૯.૦૪

અમૃતઃ ૨૯.૦૪ – ૩૦.૩૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે. 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-

થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-

જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે .

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
USIran Oil Conflict અમેરિકા ઈરાન વચ્ચે ‘ઓઇલ વોર’ ભડક્યું યુએસ સેનાએ ઈરાનના 5 ઓઇલ ટેન્કર નષ્ટ કર્યા, વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર ભીષણ હુમલો
US Iran Warship Clash મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! યુએસ યુદ્ધજહાજ પર ઈરાની મિસાઇલ એટેક બાદ અમેરિકાએ 5 તેલ ટેન્કરો ફુંકી માર્યા
USCanada trade war ઈંટનો જવાબ પથ્થરથી! ટ્રમ્પના દબાણ સામે કેનેડા ઝૂકવા તૈયાર નથી, અમેરિકન ગુડ્સ પર 50% વળતો ટેરિફ લાગુ કર્યો
Exit mobile version