Site icon News Continuous Bureau | Mumbai

US-Israel War: રશિયા-ચીન અને ઈરાન વચ્ચે શું રંધાઈ રહ્યું છે? અમેરિકા સાથેના તણાવ વચ્ચે વિદેશ મંત્રીના નિવેદનથી વિશ્વભરમાં ચર્ચા; જાણો ઈરાનનો નવો પ્લાન.

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો 7મો દિવસ, તેહરાનમાં તબાહી વચ્ચે ઈરાની વિદેશ મંત્રીએ રશિયા-ચીનનો ઉલ્લેખ કરી મૌન તોડ્યું.

US-Israel War Iranian Foreign Minister Abbas Araghchi Hints at Support from Russia and China; Tehran Faces Severe Strikes.

US-Israel War Iranian Foreign Minister Abbas Araghchi Hints at Support from Russia and China; Tehran Faces Severe Strikes.

News Continuous Bureau | Mumbai

US-Israel War અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આજે આ ભીષણ જંગનો સાતમો દિવસ છે. એક તરફ ઈરાન મિડલ ઈસ્ટમાં અમેરિકન ઠેકાણાઓ અને ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા અને ઈઝરાયેલના વળતા પ્રહારમાં ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરોમાં ભારે તબાહી મચી છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ રશિયા અને ચીન દ્વારા મળી રહેલી મદદ અંગે આપેલા નિવેદનથી વૈશ્વિક સ્તરે ચર્ચાઓ તેજ થઈ છે.

Join Our WhatsApp Channel

વિદેશ મંત્રી અરાગચીએ શું કહ્યું?

ઈરાન પર ચાલી રહેલા હુમલાઓ વચ્ચે જ્યારે એક રિપોર્ટરે સવાલ કર્યો કે શું રશિયા અને ચીન આ યુદ્ધમાં સક્રિયપણે ઈરાનને મદદ કરી રહ્યા છે? ત્યારે વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, “તેઓએ (રશિયા અને ચીન) હંમેશા અમારી મદદ કરી છે.” જ્યારે તેમને વધુ સ્પષ્ટતા પૂછવામાં આવી કે શું તેનો અર્થ ‘હા’ છે, ત્યારે અરાગચીએ કહ્યું કે, “હું અત્યારે યુદ્ધની વચ્ચે વધુ વિગતો આપવા માંગતો નથી.” તેમના આ અસ્પષ્ટ છતાં મહત્વપૂર્ણ નિવેદનથી રશિયા અને ચીનની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.

ઈરાનમાં ભીષણ તબાહી: ૧૪૦૦થી વધુ મોત

અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઈરાનના ૧૪૦૦ થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકન એરફોર્સે તેહરાન ઉપરાંત સનંદજ, બુકાન, બુશેહર અને કઝવિન જેવા શહેરો પર ભારે એર સ્ટ્રાઈક કરી છે. અમેરિકાએ ખાસ કરીને ઈરાનના મિલિટરી બેઝ, મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સ અને ડ્રોન સેન્ટરોને નિશાન બનાવ્યા છે. તેહરાનના સૌથી મોટા ‘આઝાદી ફૂટબોલ સ્ટેડિયમ’ અને ટેલિવિઝન સ્ટેશનો પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો છે, જેના કારણે દેશમાં વીજળી અને પાણીનો મોટો સંકટ સર્જાયો છે.

આ સમાચાર પણ વાંચો : Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.

અમેરિકાનો મોટો દાવો: ઈરાનની શક્તિ નબળી પડી

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનની ૭૩% ડ્રોન ક્ષમતા અને ૮૬% બેલેસ્ટિક મિસાઈલ ક્ષમતા ખતમ કરી દીધી છે. અમેરિકાનું માનવું છે કે હવે ઈરાન આ જંગમાં લાંબો સમય ટકી શકશે નહીં. બીજી તરફ, અમેરિકન દળોએ ઈરાનના સરહદી વિસ્તારોમાં પણ બોમ્બમારો કર્યો છે, જેનાથી કુર્દ લડવૈયાઓ માટે ઈરાનમાં ઘૂસવું સરળ બની શકે છે. જો આવું થશે તો ઈરાન માટે ગ્રાઉન્ડ વોર (જમીની યુદ્ધ) નો નવો મોરચો ખૂલી જશે, જે તેની મુશ્કેલીઓમાં વધારો કરશે.

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Exit mobile version