Site icon

 Maharashtra Assembly Election 2024 :મહારાષ્ટ્રમાં ભાજપ બાદ હવે શિંદે સેનાએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે; જાણો આખી સૂચિ..

 Maharashtra Assembly Election 2024 :મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 45 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પાર્ટીની પ્રથમ યાદી છે. આ યાદીમાં સીએમ એકનાથ શિંદેનું નામ પણ છે. સીએમ શિંદે કોપરી પાચપખાડી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Maharashtra Assembly Election 2024 Shinde Sena releases list of 45 candidates for Maharashtra polls

Maharashtra Assembly Election 2024 Shinde Sena releases list of 45 candidates for Maharashtra polls

News Continuous Bureau | Mumbai

Maharashtra Assembly Election 2024 :ભાજપ બાદ હવે શિવસેના (શિવસેના એકનાથ શિંદે) પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે યાદી જાહેર કરી છે. આ લિસ્ટ દ્વારા એકનાથ શિંદેએ 45 સીટો માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે. વિધાનસભા ચૂંટણી માટે આ પ્રથમ યાદી છે. આ યાદીમાં દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ, ભરતશેઠ ગોગાવલે, દીપક કેસરકર સાથે એકનાથ શિંદેએ પોતાની ઉમેદવારી જાહેર કરી છે. ઉમેદવારીની જાહેરાત કર્યા બાદ એકનાથ શિંદેએ તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે.

Join Our WhatsApp Community

 

Maharashtra Assembly Election 2024 : કોને કયા મતવિસ્તારમાંથી ઉમેદવારી મળી?

એકનાથ શિંદે, કોપરી પાચપાખાડી

મંજુલાતાઈ ગામ, સાક્રી

ચંદ્રકાંત સોનવણે, ચોપરા

ગુલાબરાવ પાટીલ, જલગાંવ ગ્રામીણ

અમોલ પાટીલ, એરંડોલ

કિશોર પાટીલ, પચોરા

ચંદ્રકાંત પાટીલ, મુક્તાઈનગર

સંજય ગાયકવાડ, બુલઢાણા

સંજય રાયમુલકર, મહેકર

અભિજીત અડસુલ, દરિયાપુર

આશિષ જયસ્વાલ, રામટેક

નરેન્દ્ર ભોંડેકર, ભંડારા

સંજય રાઠોડ, દિગ્રાસ

બાલાજી કલ્યાણકર, નાંદેડ ઉત્તર

સંતોષ બાંગર, કલામનુરી

અર્જુન ખોટકર, જાલના

અબ્દુલ સત્તાર, સિલ્લોડ

પ્રદીપ જયસ્વાલ, ચિ. સંભાજીનગર સેન્ટ્રલ

સંજય શિરસાટ, ચિ. સંભાજીનગર પશ્ચિમ

વિલાસ સંદિપન ભુમરે, પૈઠાણ

રમેશ બોરનારે, વૈજાપુર

દાદા ભુસે, માલેગાંવ આઉટર

પ્રતાપ સરનાઈક, ઓવળા માજીવાડા

પ્રકાશ સુર્વે, મગાથાણે

મનીષા વાયકર, જોગેશ્વરી પૂર્વ

દિલીપ લાંડે, ચાંદીવલી

મંગેશ કુડાલકર, કુર્લા

સદા સરવણકર, માહિમ

યામિની જાધવ, ભાયખલા

મહેન્દ્ર થોરવે, કર્જત

મહેન્દ્ર દળવી, અલીબાગ

ભરતશેઠ ગોગાંવ, મહાડ

જ્ઞાનરાજ ચૌગુલે, ઉમરગા

તાનાજી સાવંત, પરંડા

શાહજીબાપુ પાટીલ, સાંગોલા

મહેશ શિંદે, કોરેગાંવ

યોગેશ કદમ, દાપોલી

શંભુરાજ દેસાઈ, પાટણ

ઉદય સામંત, રત્નાગીરી

કિરણ સામંત, રાજાપુર

દીપક કેસરકર, સાવંતવાડી

પ્રકાશ આબિટકર, રાધાનગરી

ચંદ્રદીપ નરકે, કરવીર

સુહાસ બાબર, ખાનપુર

Maharashtra Assembly Election 2024 :રાજ ઠાકરેના પુત્ર સામે કોને આપી ટીકીટ

એકનાથ શિંદેની પાર્ટીએ માહિમ બેઠક પરથી સદાનંદ શંકર સરવણકરને ઉમેદવાર બનાવ્યા છે. MNS પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ યાદીમાં તે ( Maharashtra politics ) તમામ ધારાસભ્યોના નામ પણ સામેલ છે જેમણે બંડ દરમિયાન શિંદે સાથે ઉદ્ધવ ઠાકરે જૂથ છોડી દીધું હતું. આ ઉપરાંત સરકારમાં શિંદે જૂથના મંત્રીઓના નામ પણ આ યાદીમાં છે. પાર્ટીએ નવા ચહેરાઓમાં રાજકીય પરિવારોના દિગ્ગજો અને કેટલાક અપક્ષોનો સમાવેશ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra election 2024 : કોંગ્રેસે ભૂલોમાંથી શીખ્યો પાઠ, મહારાષ્ટ્રમાં નાના પટોલેને કર્યા સાઈડલાઈન… આ નેતાને સોંપી સીટ વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી કરવાની જવાબદારી..

Maharashtra Assembly Election 2024 : ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી  

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. રાજ્યમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજિત પવાર)ની ગઠબંધન સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 બેઠકો જીતી હતી. આ વખતે પણ મહાયુતિ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને સીટ વહેંચણીને લઈને અંતિમ રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. હાલ ભાજપના 103 ધારાસભ્યો છે. શિવસેના (શિંદે) પાસે 40 અને NCP (અજિત) પાસે 43 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી છે.  જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે 20 નવેમ્બરે મતદાન થશે. 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version