Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra assembly elections: મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે કોંગ્રેસની મોટી કાર્યવાહી, આટલા બળવાખોર ઉમેદવારોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા..

Maharashtra assembly elections: મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થાય તે પહેલાં, કોંગ્રેસે બળવાખોર નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસે 28 બળવાખોર ઉમેદવારોને 'પાર્ટી વિરોધી' પ્રવૃત્તિઓ માટે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ તમામ મહા વિકાસ અઘાડીના સત્તાવાર ઉમેદવારો સામે મેદાનમાં છે.

Maharashtra assembly elections Congress suspends 28 rebel candidates

Maharashtra assembly elections Congress suspends 28 rebel candidates

News Continuous Bureau | Mumbai

Maharashtra assembly elections:  મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો પર આગામી 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. તે પહેલા મહા વિકાસ આઘાડીનો ભાગ કોંગ્રેસે બળવાખોર ઉમેદવારો સામે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમે રવિવારે 28 બળવાખોર ઉમેદવારોને ‘પાર્ટી વિરોધી’ પ્રવૃત્તિઓ માટે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. 

Join Our WhatsApp Channel

Maharashtra assembly elections:  22 વિધાનસભા બેઠકો પર  લડી રહ્યા છે ચૂંટણી 

આ ઉમેદવારો રાજ્યની 22 વિધાનસભા બેઠકો પર મહા વિકાસ અઘાડીના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે. જે અગ્રણી નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર મુલક (રામટેક મતવિસ્તાર), યાજ્ઞવલ્ક્ય જીચકર (કાટોલ), કમલ વ્યાવહે (કસબા), મનોજ શિંદે (કોપરી પચપખાડી) અને આબા બાગુલ (પાર્વતી)નો સમાવેશ થાય છે. કોંગ્રેસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય AICC પ્રભારી રમેશ ચેન્નીથલાના નિર્દેશ પર લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Baba Siddique murder case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટી સફળતા, મુખ્ય આરોપીની બહરાઈચમાંથી ધરપકડ; થશે અનેક ચોંકાવનારા ખુલાસા..

Maharashtra assembly elections:  23  નવેમ્બરે થશે મતગણતરી 

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે જબરદસ્ત મુકાબલો થવાનો છે. 20મી નવેમ્બરે મતદાન થશે અને 23  નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને લોકસભા ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન કરવાનો પડકાર છે, જ્યારે મહાયુતિને સત્તામાં પાછા આવવા માટે 145 બેઠકો મેળવવી પડશે. બંન્ને પક્ષો પોતપોતાની તાકાત બતાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.

 

Rahul Gandhi Election Spend કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનો દાવો ભારત આર્થિક સંકટની કગાર પર, ચૂંટણી ખર્ચને લઈને વ્યક્ત કર્યું આશ્ચર્ય
PM Modi Tricolour Gesture Viral Video રાષ્ટ્રધ્વજ પ્રત્યે પીએમ મોદીનો આદર કેમેરામાં કેદ ક્વાડ સમિટમાં તિરંગા માર્કર ઉઠાવતા ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા
Gold Silver Price Crash Futures Market કિંમતી ધાતુઓની ચમક ઝાંખી પડી, ચાંદી ₹5,800 અને સોનું ₹2,900 થી વધુ તૂટ્યું; જાણો આજના લેટેસ્ટ રેટ..
Bilkis Bano Supreme Court Bail Shock બે દોષિતોને જામીન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર બિલ્કીસ બાનોએ વ્યક્ત કર્યો આઘાત આદેશ સામે લડત આપવાનો સંકલ્પ
Exit mobile version