Site icon

Maharashtra Election 2024: ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી, પાલઘરમાં અધધ આટલા કરોડથી વધુની રોકડ કરી જપ્ત; આરોપીની ધરપકડ.

Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોલીસ સમગ્ર રાજ્યમાં એલર્ટ થઇ ગઈ છે અને વિવિધ સ્થળોએ નાકાબંધી કરી રહી છે. હવે પાલઘરમાં વાડા પોલીસે એક કારમાંથી 3.70 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી છે. આ પછી ડ્રાઈવર અને કારને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને તપાસ કરવામાં આવી રહી છે.

Maharashtra Election 2024 ₹3.70 crore cash seized from Palghar van ahead of polls

Maharashtra Election 2024 ₹3.70 crore cash seized from Palghar van ahead of polls

News Continuous Bureau | Mumbai

Maharashtra Election 2024:  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. રાજ્યમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. આવી સ્થિતિમાં ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજ્યમાં આચારસંહિતા પણ લાગુ છે. જે બાદ તમામ તપાસ એજન્સીઓ અને પોલીસ રાજ્યમાં થઈ રહેલી દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. દરમિયાન, ચેકિંગ દરમિયાન, પોલીસે પાલઘરમાં એક વાહનમાંથી ત્રણ કરોડથી વધુની રોકડ જપ્ત કરી અને આરોપીની ધરપકડ કરી.

Join Our WhatsApp Community

Maharashtra Election 2024:   તપાસ દરમિયાન કારમાંથી લગભગ 3 કરોડ 70 લાખ રૂપિયા મળી આવ્યા

પોલીસના જણાવ્યા અનુસાર, પાલઘરના વાડા પાલી માર્ગથી વિક્રમગઢ તરફ જતા વાહન પર પોલીસને શંકા ગઈ. એટલે કારને રોકીને ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી.  પૂછપરછ દરમિયાન શંકા વધી જતાં કારને વાડા પોલીસ સ્ટેશનમાં લાવીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી લગભગ 3 કરોડ 70 લાખ રૂપિયા મળી આવ્યા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે..

 Maharashtra Election 2024:  મુંબઈમાં 2 કરોડ 30 લાખ રૂપિયા મળ્યા

મુંબઈમાં પણ પોલીસે 2 કરોડથી વધુની રોકડ સાથે 12 લોકોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, એલટી માર્ગ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે મોટી માત્રામાં રોકડ લઈ જઈ રહ્યા છે. આ પછી, પોલીસ તરત જ એક્શનમાં આવી હતી અને શહેરના ભુલેશ્વર માર્કેટ, કાલબાદેવીમાંથી શંકાના આધારે 12 લોકોની અટકાયત કરી હતી. આ પછી, શંકાસ્પદોને પૂછપરછ માટે પહેલા મુંબાદેવી પોલીસ ચોકી પર લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ નોડલ ઓફિસર સુરેશ કાંબલેની આગેવાની હેઠળ 186-મુમ્બાદેવી વિધાનસભા મતવિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ (FST) ને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મામલાની માહિતી મળતાની સાથે જ ટીમ તુરંત જ ફોટોગ્રાફર્સ સાથે ઓપરેશન રેકોર્ડ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.

આ સમાચાર પણ વાંચો : Jharkhand IT Raid : ઝારખંડમાં મતદાન પહેલા આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, CMના અંગત સચિવના ઘરે પાડ્યા દરોડા..

આ પછી પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી અને અટકાયત કરાયેલા લોકોની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન પોલીસને તેની બેગમાંથી 2 કરોડ 30 લાખ રૂપિયાથી વધુ રકમ મળી આવી હતી.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version