Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Election 2024 : મુંબઈમાં કોણ જીતશે? શું મહાયુતિ વિ. માવિઆ ની લડાઈમાં આ પક્ષ ફાવી જશે…? સમજો રાજકીય ગણિત..

Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીનો અલગ જ રંગ જોવા મળી રહ્યો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં કેટલીક પાર્ટીઓ એકલા હાથે લડી હતી. જો કે, 2024ની ચૂંટણીમાં ત્રણ પક્ષો એકસાથે મેદાનમાં ઉતર્યા છે. આ વર્ષની ચૂંટણીમાં તમામનું ધ્યાન મુંબઈની 36 વિધાનસભા બેઠકો પર છે. મુંબઈમાં કોણ જીતશે? મહાવિકાસ આઘાડી કે ભાજપ? કોના ઉમેદવાર સૌથી વધુ ચૂંટાશે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે.

Maharashtra Election 2024 Who will win in Mumbai MNS in main role in Mahayuti Vs Mahavikas Aghadi fight

Maharashtra Election 2024 Who will win in Mumbai MNS in main role in Mahayuti Vs Mahavikas Aghadi fight

News Continuous Bureau | Mumbai

Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતા સપ્તાહે ચૂંટણી યોજાવાની છે. આ વખતે રાજ્યમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીધો મુકાબલો થશે. આવી સ્થિતિમાં મુંબઈમાં વિધાનસભાની 36 બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ 36માંથી 25 બેઠકો પર રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મજબૂત પકડ છે.

Join Our WhatsApp Channel

મનસે એ 2024ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનને બિનશરતી સમર્થન આપ્યું હતું. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં મનસેના વડા રાજ ઠાકરેએ ‘એકલા ચલો રે’ની નીતિ  અપનાવી છે. મનસે એ રાજ્યમાં 150 થી વધુ વિધાનસભા મતવિસ્તારો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં મનસે એ મુંબઈમાં વિધાનસભાની 36માંથી 25 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. તેથી, એવી સંભાવના છે કે મનસે ઉમેદવારને મેદાનમાં ઉતારવાથી મુંબઈમાં મહાયુતિનો ખેલ બગડશે. જણાવી દઈએ કે મુંબઈમાં ભાજપ 17 અને શિવસેના 16 સીટો પર ચૂંટણી લડી રહી છે.

Maharashtra Election 2024 : શિંદે સામે મનસે ના 12 ઉમેદવારો, ભાજપ સામે 10 ઉમેદવારો-

રાજ ઠાકરેની પાર્ટીએ એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિંદે જૂથ સામે 12 બેઠકો પર અને ભાજપ સામે 10 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે મહાયુતિએ શિવડી મતવિસ્તારમાંથી તેના ઉમેદવાર ઉભા કર્યા નથી. મનસે ના વરિષ્ઠ નેતા બાલા નંદગાંવકર શિવડી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનસેએ અજિત  જૂથ સામે અને આરપીઆઈ સામે એક-એક  ઉમેદવાર ઉતાર્યો છે.

Maharashtra Election 2024 :  મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને આ રીતે અસર થશે-

MNSએ મુંબઈની અન્ય બેઠકો સહિત વર્લી, માહિમ, માગાથાણે, કુર્લા, ચાંદીવલી, ભાંડુપ અને વિક્રોલીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. જો આ સીટો પર મરાઠી લોકોના વોટ રાજ ઠાકરેની પાર્ટીને જાય છે તો મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને મોટું નુકસાન થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra assembly election 2024: મુંબઈના આ એક કોર્પોરેટરે પાર્ટી બદલી અને તેની સાથે જ ચૂંટણી પહેલા એક સીટ પર ભાજપ મજબૂત થઈ ગયો…

Maharashtra Election 2024 : આ યાદીમાં જુઓ મુંબઈની કઈ સીટો પર મહાયુતિ અને MNS વચ્ચે થશે ટક્કર?

 

 

 

 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Exit mobile version