News Continuous Bureau | Mumbai
Maharashtra Election: શિવસેના (Uddhav Balasaheb Thackeray) એ તેના 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 15 ઉમેદવારોના નામ છે. આ યાદીમાં 4 મોટા નામ પણ સામેલ છે. શિવડી બેઠક પરથી અજય ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. મનોજ જામસુતકરને ભાયખલાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંદેશ પારકરને કણકવલી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વડાલા બેઠક પરથી શ્રદ્ધા જાધવને ટિકિટ આપવામાં આવી છે.
Maharashtra Election: પહેલી યાદીમાં યુબીટીએ 65 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
અગાઉ શિવસેના યુબીટીએ 65 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પાર્ટીએ હજુ સુધી વર્સોવા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. બીજી યાદીમાં જે 15 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેમાંના અગ્રણી આ છે.
- ધુળે શહેર – અનિલ ગોટે
- ચોપરા – રાજુ તડવી
- જલગાંવ શહેર- જયશ્રી સુનીલ મહાજન,
- બુલઢાણા- જયશ્રી શેલ્કે,
- દિગ્રાસ- પવન શ્યામલાલ જયસ્વાલ
- હિંગોલી- રૂપાલી રાજેશ પાટીલ
- પરતુર- આસારામ બોરાડે
- દેવલાલી (SC) યોગેશ ઘોલપ
- કલ્યાણ પશ્ચિમ-સચિન બસરે
- કલ્યાણ પૂર્વ – ધનંજય બોદરે
- વડાલા- શ્રધ્ધા શ્રીધર જાધવ
- શિવડી-અજય ચૌધરી
- ભાયખલા-મનોજ જામસુતકર
- શ્રીગોંડા- અનુરાધા રાજેન્દ્ર નાગવડે
- કંકાવલી-સંદેશ ભાસ્કર પારકર
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election : મુંબઈમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીએ માત્ર 60 ટકા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી.. હજુ આટલી બેઠકો ફાળવવાની બાકી..
Maharashtra Election: પાર્ટીએ કુલ 80 બેઠકો માટે નામો ફાઇનલ કર્યા
જણાવી દઈએ કે શિવસેના યુબીટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદીમાં 65 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે 15 વધુ ઉમેદવારો ઉભા કરીને, પાર્ટીએ કુલ 80 બેઠકો માટે નામો ફાઇનલ કર્યા છે. તે જ સમયે, મહાવિકાસ અઘાડીની 85+85+85ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, બાકીની બેઠકો પર MVA તેના સહયોગીઓને ટિકિટ આપી શકે છે. આ મુજબ, ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં વધુ પાંચ બેઠકો પર ઉમેદવારો ઉભા કરી શકે છે.