Site icon

Maharashtra elections 2024 : મુંબઈની આ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ચૂંટણી મેદાને મહારાષ્ટ્ર્ની ત્રણેય સેનાએ ઉતાર્યા પોતાના ઉમેદવાર; જાણો કોનું પલડું ભારે?

Maharashtra elections 2024 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે મોડી રાત્રે 45 ઉમેદવારોની યાદી બહાર પાડી. જેમાં MNS પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને મુંબઈના માહિમ મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે, મધ્ય મુંબઈના માહિમ મતવિસ્તારમાં ઠાકરેનો વિજયનો માર્ગ આસાન નથી. તેમનો મુકાબલો શિવસેનાના બંને કેમ્પના ઉમેદવારોથી થશે, જેઓ MNSના રાજકીય સમીકરણને બગાડી શકે છે.

Maharashtra elections 2024 Tough Fight For Amit Thackeray In Mahim As Sena Factions Name Poll Picks

Maharashtra elections 2024 Tough Fight For Amit Thackeray In Mahim As Sena Factions Name Poll Picks

News Continuous Bureau | Mumbai

Maharashtra elections 2024 : આવતા મહિના એટલે કે નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દિવસોમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટની વહેંચણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે મનોમંથન ચાલી રહ્યું છે. પાર્ટીઓ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટનું વિતરણ કરી રહી છે. દરમિયાન આ બધાની વચ્ચે રાજ્યમાં એક એવી સીટ ચર્ચામાં આવી છે. જ્યાં ત્રણ દળો એટલે કે શિંદે જુથની શિવસેના, ઉદ્ધવ જૂથની શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સામ સામે છે. તે બેઠક છે મધ્ય મુંબઈની માહિમ બેઠક, જ્યાંથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

Maharashtra elections 2024 :

મહત્વનું છે કે અમિત ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર ત્રીજા વ્યક્તિ હશે. તેમના પિતા, MNS વડા રાજ ઠાકરેએ ક્યારેય કોઈ ચૂંટણી લડી નથી. અમિત ઠાકરેના નામની જાહેરાત થતાની સાથે જ માહિમ વિધાનસભા ક્ષેત્રમાં ત્રિકોણીય મુકાબલાની સ્થિતિ સર્જાઈ છે. બીજી નવી પેઢીના ઠાકરેના ચૂંટણી મેદાનમાં પ્રવેશ સાથે, MNSને માહિમ વિધાનસભા બેઠક પરથી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, વર્તમાન ધારાસભ્ય સદા સરવણકર અને શિવસેનાના UBTના મહેશ સાવંત સામે સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

Maharashtra elections 2024 : રાજ ઠાકરેએ આપ્યું હતું આદિત્ય ઠાકરેને બિનશરતી સમર્થન  

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને અમિતના પિતરાઈ ભાઈ આદિત્ય ઠાકરેએ 2019ની વિધાનસભા ચૂંટણીમાં માહિમની બાજુમાં આવેલી વરલી બેઠક પરથી જીત મેળવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા પછી, ઉદ્ધવ ઠાકરે પોતે 2020 માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. શિવસેના UBT અને શિંદે શિવસેના બંનેએ અમિત ઠાકરે સામે તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે રાજ ઠાકરેએ 2019ની ચૂંટણી દરમિયાન આદિત્ય ઠાકરેને https://www.canva.com/design/DAFjnABCOYs/nu8XeVFImSZw36muBp2Vwg/edit?ui=eyJGIjp7fX0&analyticsCorrelationId=5cd24758-9207-4209-9387-149b1dab2331બિનશરતી સમર્થન આપ્યું હતું. 2009માં MNSના નીતિન સરદેસાઈ અહીંથી જીત્યા હતા. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) નું મુખ્યાલય પણ માહિમ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.

આ સમાચાર પણ વાંચો  : Maharashtra elections 2024: ઉદ્ધવ જૂથની શિવસેનાએ જાહેર કરી 65 ઉમેદવારોની પ્રથમ યાદી, આદિત્ય ઠાકરે આ સીટ પરથી લડશે ચૂંટણી; જાણો કોને ક્યાંથી મળી ટિકિટ.

Maharashtra elections 2024 : માહિમ શિવસેનાનો ગઢ  

UBT સેનાના સાંસદ અને નેતા સંજય રાઉતે સ્પષ્ટતા કરી કે દાદર-માહિમ સીટ શિવસેનાનો ગઢ રહી છે. તેથી આ બેઠક પર ચૂંટણી ન લડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. UBTના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે મોટા દિલના રાજ ઠાકરેએ અગાઉની ચૂંટણીઓમાં હંમેશા તેમના ઉમેદવારો સાથે સમાધાન કર્યું છે.

Maharashtra elections 2024 : ચાલો છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં દાદર-માહિમ મતવિસ્તારમાં મતદાનની પેટર્ન પર એક નજર કરીએ:

 

2009

-મનસેના નીતિન સરદેસાઈ – 48,734

-કોંગ્રેસ સદા કે સરવણકર – 39,808

-શિવસેનાના આદેશ બાંદેકર – 36,364

2014

– શિવસેનાના સદા સરવણકર – 46,291

-MNSના નીતિન સરદેસાઈ – 40,350

-ભાજપના વિલાસ અંબેકર – 33,446

2019

– શિવસેનાના સદા સરવણકર – 61,337

-MNSના સંદીપ દેશપાંડે – 42,690

-કોંગ્રેસના પ્રવીણ નાઈક – 15,246

જાણવા જેવી વાત એ છે કે,  2009માં રાજ ઠાકરેની પાર્ટી માત્ર એક જ વાર જીતવામાં સફળ રહી હતી જ્યારે શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકર કોંગ્રેસમાં જોડાયા હતા, મરાઠી મત બેંકમાં ભાગલા પડ્યા હતા અને મનસેના નીતિન સરદેસાઈ અહીં જીત્યા હતા.

 

 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Exit mobile version