Site icon

Maharashtra elections : અહો આશ્ચર્યમ, બોરીવલીમાં ગોપાળ શેટ્ટી પણ નહીં અને સુનિલ રાણે પણ નહીં આ માણસને મળી ટિકિટ… બધા વિચારમાં પડી ગયા

Maharashtra elections : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે વધુ 25 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ સંજય ઉપાધ્યાયને મુંબઈની બોરીવલી સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

Maharashtra elections bjp released third candidate list for assembly elections

Maharashtra elections bjp released third candidate list for assembly elections

News Continuous Bureau | Mumbai

 Maharashtra elections : ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ રીતે ભાજપે અત્યાર સુધીમાં કુલ 146 ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમણે પ્રથમ યાદીમાં 99 અને બીજી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ રીતે, મહાયુતિ ગઠબંધન દ્વારા અત્યાર સુધીમાં 288માંથી 260 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 28 બેઠકો પર ઉમેદવારો ઉભા કરવાના બાકી છે. 

Join Our WhatsApp Community

જણાવી દઈએ કે મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે. ભાજપના 146 ઉમેદવારો સિવાય શિવસેનાએ અત્યાર સુધીમાં 65 અને એનસીપીએ 49 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો:  Congress candidate list : મહારાષ્ટ્ર વિધાનસભા માટે કોંગ્રેસની ચોથી યાદી જાહેર, જુઓ કોને મળી તક…

 Maharashtra elections : બોરીવલીમાં  આ માણસને મળી ટિકિટ…  

જોકે આ બધામાં સૌથી ચર્ચિત સીટ બોરીવલીની છે. ભાજપે આ વખતે વર્તમાન ધારાસભ્ય સુનીલ રાણેના સ્થાને સંજય ઉપાધ્યાયને ટિકિટ આપી છે. એટલે કે  સુનીલ રાણેનું પત્તુ કપાઈ ગયું છે. 

મહત્વનું છે કે છેલ્લી ચૂંટણીમાં જ્યારે ભાજપે તેમને વિનોદ તાવડેની જગ્યાએ મેદાનમાં ઉતાર્યા ત્યારે તાવડેના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો 

 

 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Exit mobile version