Site icon

Maharashtra Polls Dry Day : મહારાષ્ટ્રમાં એક-બે નહીં ચાર દિવસ ડ્રાય ડે જાહેર; ‘આ’ દિવસે બંધ રહેશે દારૂનું વેચાણ…

Maharashtra Polls Dry Day : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરજોશમાં છે. મુંબઈમાં કુલ ચાર દિવસ ડ્રાય ડે રહેશે. આ ચાર દિવસ સુધી મહારાષ્ટ્રમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સુચારુ સંચાલન માટે મતદાનના દિવસે અને મત ગણતરીના દિવસે પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

Maharashtra Polls Dry Day maharashtra assembly elections 2024 dry days in mumbai liquor shops will be closed for 4 days

Maharashtra Polls Dry Day maharashtra assembly elections 2024 dry days in mumbai liquor shops will be closed for 4 days

 News Continuous Bureau | Mumbai 

Maharashtra Polls Dry Day : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના જંગમાં આજનો દિવસ મહત્વનો છે. રાજ્યમાં 20 નવેમ્બરના રોજ ચૂંટણી છે, ત્યારે આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. છેલ્લા કેટલાય સપ્તાહથી ચાલી રહેલા રેલી, સભાઓ, રોડ શો, જાહેર સભાઓ પર આજે સાંજે છ વાગ્યા પછી વિરામ લાગશે. રસપ્રદ વાત એ છે કે, પ્રચારની સમાપ્તિની સાથે, મતદાન પહેલાં એટલે કે 18મીએ, પ્રચાર ના અંતથી એટલે કે સાંજે છ વાગ્યાથી દારૂનું વેચાણ બંધ કરી દેવામાં આવશે. વિધાનસભા ચૂંટણીના મહિના દરમિયાન રાજ્યમાં કુલ ચાર દિવસ ડ્રાય ડે રહેશે. ચાલો જોઈએ કે આ દિવસો કેવા રહેશે અને કેવા હશે પ્રતિબંધો.   

Join Our WhatsApp Community

Maharashtra Polls Dry Day : આ ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ  

મહારાષ્ટ્રની વિધાનસભાની કુલ 288 બેઠકો માટે 20 નવેમ્બર 2024ના રોજ મતદાન થશે. આ ચૂંટણી માટેનું જાહેરનામું 22 ઓક્ટોબરે બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હતી જ્યારે અરજીઓની ચકાસણી 30 ઓક્ટોબરે થઈ હતી. અરજી પાછી ખેંચવાની અંતિમ તારીખ 4 નવેમ્બર હતી. 20 નવેમ્બરે મતદાનના ત્રણ દિવસ બાદ 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા 25 નવેમ્બરે પૂર્ણ થશે.

Maharashtra Polls Dry Day : ડ્રાય ડે ક્યારે આવશે?

18મીએ પ્રચાર પૂર્ણ થયા બાદ સાંજે 6 વાગ્યાથી દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે. 19 નવેમ્બર અને મતદાનનો દિવસ એટલે કે 20મીએ પણ રાજ્યમાં ડ્રાય ડે રહેશે. તેવી જ રીતે મતગણતરીનાં દિવસે સાંજે 6 વાગ્યા સુધી દારૂનું વેચાણ બંધ રહેશે. એટલે કે મહારાષ્ટ્રમાં 18, 19, 20 અને 23 તારીખે દારૂનું વેચાણ બંધ રહેશે. ચાલો જોઈએ કે આ દારૂબંધી ક્યારે અને કેવી રીતે થશે…

આ સમાચાર પણ વાંચો : Share Market Down : સપ્તાહના પહેલા દિવસે શેર માર્કેટ તૂટ્યું, સેન્સેક્સ-નિફટી બંને લાલ નિશાનમાં….  આ શેરો સૌથી વધુ તૂટ્યા.

Maharashtra Polls Dry Day : આ દારૂબંધી ક્યારે અને કેવી રીતે થશે…

આ નિયમોનો ભંગ કરનાર કડક કાર્યવાહીને પાત્ર છે. આ સમયગાળા દરમિયાન લાયસન્સ વગરનો દારૂ કબજે કરનાર વ્યક્તિ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે.

 

Maharashtra Cabint : દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ, 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી
  Maharashtra Government Formation:  નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ક્યારે થશે? તારીખ થઈ ગઈ નક્કી?; આ ભાજપ નેતાએ જણાવી આખી યોજના…  
 Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ટ્વીસ્ટ, એકનાથ શિંદે કેન્દ્રમાં મંત્રી બનશે?; રામદાસ આઠવલેનું મોટું નિવેદન.. ચર્ચાનું બજાર ગરમ… 
Maharashtra CM News: રાજભવન ખાતે આજે એકનાથ શિંદેએ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું, શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ..
Exit mobile version