Site icon News Continuous Bureau | Mumbai

PM Modi ISKCON : મહારાષ્ટ્ર ચૂંટણી રેલીઓ વચ્ચે પીએમ મોદી ઇસ્કોન પહોંચ્યા, કૃષ્ણ ભક્તિમાં થયા લીન, જુઓ વીડિયો

PM Modi ISKCON :ખાસ સ્વાગત દરમિયાન ઇસ્કોનના ભક્તોએ પીએમ નરેન્દ્ર મોદી માટે સંગીતનાં સાધનો સાથે હરે રામા-હરે રામા ગીત ગાયું હતું. વડાપ્રધાન મોદી પણ ભક્તોના રંગમાં જોવા મળ્યા હતા. તેઓ સ્તોત્રો પણ ગાતા અને તેમની સાથે સંગીતનાં સાધનો વગાડતા.

PM Modi ISKCON PM Modi Receives Warm ISKCON Welcome In Panvel, tries his hands on Manjira

PM Modi ISKCON PM Modi Receives Warm ISKCON Welcome In Panvel, tries his hands on Manjira

News Continuous Bureau | Mumbai

PM Modi ISKCON : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રાયગઢ જિલ્લાના પનવેલ સ્થિત ઈસ્કોન મંદિરની પણ મુલાકાત લીધી હતી. જ્યાં ઇસ્કોન તરફથી તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.  અહીં તેમણે  ઈસ્કોનના અનુયાયીઓ સાથે મળીને કાંસીજોડાં વગાડ્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાનના આગમન પર ઇસ્કોનના ભક્તોએ વિશેષ પ્રાર્થના કરી અને ભક્તિ ગીતો ગાયા. આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવવામાં આવી હતી. ઇસ્કોને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક લાગણીને જ પ્રોત્સાહન આપતો નથી પરંતુ સમાજમાં એકતા અને ભાઈચારાની લાગણીને પણ મજબૂત બનાવે છે.

Join Our WhatsApp Channel

PM Modi ISKCON :જુઓ વિડિયો 

 

PM Modi ISKCON :છત્રપતિ મહારાજની સમાધિ પર ગયા 

આ પહેલા તેમણે પનવેલમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં તેમણે રાયગઢ સાથેના પોતાના નજીકના અને ભાવનાત્મક સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.  પીએમ મોદીએ કહ્યું કે 2013માં જ્યારે ભાજપે તેમને પીએમ પદના ઉમેદવાર બનાવ્યા ત્યારે તેઓ રાયગઢ કિલ્લામાં છત્રપતિ મહારાજની સમાધિ પર ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. જેમ ભગવાનની મૂર્તિ સામે કોઈ ભક્ત બેસે છે, તેવી જ રીતે છત્રપતિજી મહારાજની સમાધિ પાસે બેસીને રાષ્ટ્રની સેવા કરવા માટે તેમના આશીર્વાદ માંગ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Delhi Mayor Election : દિલ્હી મેયરની ચૂંટણીમાં AAPના ઉમેદવારની જીત, ભાજપના ઉમેદવારને આટલા મતોથી હરાવ્યા..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajya Sabha Power Shift રાજ્યસભામાં NDA નું વર્ચસ્વ 2/3 બહુમતી તરફ સરકારની આગેકૂચ, વિપક્ષી ગઠબંધન ચિંતામાં..
Lohagad Fort Murder Mystery લોહગઢ કિલ્લા હત્યા કેસનો ભેદ ઉકેલાયો ‘ડમી ટ્રાયલ’ (Dummy Trial) દ્વારા ખૂલી ગયું સિયા અને તેના પ્રેમીનું કારસ્તાન
Theft in Bhilwara રાજસ્થાનના ભીલવાડામાં ચોરીનો અજીબ કિસ્સો નરેન્દ્ર મોદીના માસ્ક પહેરીને આવ્યા ચોર, 40 મોબાઈલની ચોરી
POP Ganpati Idol Controversy મુંબઈ હાઈકોર્ટમાં POP ગણેશ મૂર્તિ વિસર્જનનો વિવાદ ફરી વકર્યો 1 જુલાઈએ મહત્વની સુનાવણી
Exit mobile version