69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ નો એવોર્ડ રોકેટ્રીઃ ધ નોમ્બી ઈફેક્ટ ને મળ્યો છે. 

આ ઉપરાંત શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ નો એવોર્ડ વિકી કૌશલ ની ફિલ્મ સરદાર ઉધમ ને આપવામાં આવ્યો છે.  

તેમજ શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ નો એવોર્ડ ફિલ્મ RRR ને મળ્યો છે 

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ નો એવોર્ડ ફિલ્મ ‘છેલ્લો શો’ ને મળ્યો છે

શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ બે અભિનેત્રી ને આપવામાં આવ્યો છે આલિયા ભટ્ટ ને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે એવોર્ડ મળ્યો છે 

તેમજ આજ કેટેગરી માં અભિનેત્રી કૃતિ સેનન ને ફિલ્મ મિમી માટે એવોર્ડ મળ્યો છે

શ્રેષ્ઠ અભિનેતા નો એવોર્ડ અલ્લુ અર્જુન ને ફિલ્મ પુષ્પા માં તેના દમદાર અભિનય માટે આપવામાં આવ્યો છે

શ્રેષ્ઠ સહાયક અભિનેતા નો એવોર્ડ પંકજ ત્રિપાઠી ને ફિલ્મ મિમી માટે મળ્યો છે.  

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી નો એવોર્ડ પલ્લવી જોશી ને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે આપવામાં આવ્યો છે.