આ દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 

હાલમાં જ મહારાષ્ટ્રના નેતા આશિષ શેલારના ઘરે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

અભિનેતા આમિર ખાન ગણપતિ દર્શન માટે બીજેપી નેતા આશિષ શેલારના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન આમિરે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા 

આ દરમિયાન આમિર ખાન સફેદ કુર્તા પાયજામા માં હાથમાં લાડુની થાળી પકડેલો જોવા મળ્યો હતો 

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ પણ આ ગણેશ ઉત્સવમાં ભાગ લીધો હતો. 

આ દરમિયાન અનંત અંબાણી ઘેરા વાદળી રંગની શેરવાની પહેરેલા જોવા મળ્યો હતો . 

'ધ કેરળ સ્ટોરી'ની અભિનેત્રી અદા શર્માએ પણ આશિષ શેલાર ના ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી.  

અભિનેત્રી કિમ શર્માએ પણ આશિષ સેલરના ગણપતિ ઉત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન કિમ જાંબલી રંગની સાડી પહેરેલી જોવા મળી હતી