બોલિવૂડ એક્ટર સની દેઓલ તેની આગામી ફિલ્મ 'ગદર-2' દ્વારા ફરી એકવાર તારા સિંહના અવતારમાં પરત ફરવા જઈ રહ્યો છે 

ગદર 2 ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધ પર આધારિત છે. સની દેઓલે ધ કપિલ શર્મા શો માં આ વિશે ખુલાસો કર્યો છે. 

સની દેઓલે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે ‘ત્યારે આખું બોલિવૂડ ગદરની વિરુદ્ધ હતું, પરંતુ લોકોના પ્રેમે બધું બદલી નાખ્યું’. 

"ગદર એક પ્રેમ કથા જ્યારે રિલીઝ થઈ ત્યારે હિટ થવાની અપેક્ષા નહોતી. લોકોએ કહ્યું કે તે પંજાબી ફિલ્મ છે. તેને હિન્દીમાં ડબ કરો. કેટલાક વિતરકોએ ફિલ્મ લેવાની ના પાડી."

સની દેઓલે કહ્યું કે 'ગદર'ની સફળતાને કારણે મેકર્સને ગદર-2 વિશે વિચારવાનો આત્મવિશ્વાસ મળ્યો 

તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ગદર'ની વાર્તા ભારત-પાકિસ્તાનના ભાગલા પર હતી. ફિલ્મની વાર્તા એક મુસ્લિમ છોકરી સકીનાની હતી જે એક ભારતીય શીખ છોકરાના પ્રેમમાં પડે છે 

પ્રથમ ભાગમાં, તારા સિંહ તેની પત્ની સકીનાને પરત લાવવા માટે સરહદ પાર કરે છે, જ્યારે બીજા ભાગમાં કહેવામાં આવી રહ્યું છે કે તારા સિંહ તેની પુત્રવધૂને પરત લાવવા માટે પાકિસ્તાન જશે 

આ ફિલ્મ 2001ની હિટ ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'ની સિક્વલ છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે