સાઉથના જાણીતા એક્ટર ચિયાન વિક્રમ અને બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ પોનીયિન સેલ્વન 2 આ દિવસોમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. 

આ દરમિયાન ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીના સ્ટાર્સ જોવા મળ્યા હતા 

આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી 

જાણીતા સાઉથ એક્ટર ચિયાન વિક્રમ પણ તેની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2' જોવા માટે આવ્યા હતા 

ફિલ્મ ડાયરેક્ટર તિગ્માંશુ ધુલિયા ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા 

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ફિલ્મની સ્ક્રીનિંગમાં ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યો હતો 

બોલિવૂડના જાણીતા સ્ટાર અનિલ કપૂર પણ  'પોનીયિન સેલ્વન 2'ની સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા 

એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી પણ પોતાની કારમાં આ ઇવેન્ટમાં પહોંચી હતી