1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે
તે એક ફિલ્મ કરવા માટે 10 થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય ઐશ્વર્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ વાર્ષિક કરોડોની કમાણી કરે છે.
ઐશ્વર્યા પાસે દુબઈ માં એક લક્ઝુરિયસ વિલા છે, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. આ સિવાય ઐશ્વર્યા રાય બચ્ચન પાસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક ભવ્ય એપાર્ટમેન્ટ છે, જેની કિંમત 30 કરોડ રૂપિયા છે.
ઐશ્વર્યાને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે 8 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ઘોસ્ટ છે. આ સિવાય તેની પાસે Audi અને Lexus પણ છે જેની કિંમત કરોડોમાં છે.