બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં જ 'પેરિસ ફેશન વીક' માં જોવા મળી હતી. જ્યાંથી તેના રેમ્પ વોકે બધાને દીવાના બનાવ્યા હતા
લોકો ઐશ્વર્યાએ શેર કરેલા ફોટાને ફોટોશોપ કહી રહ્યા છે. જેના કારણે હવે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.
ઐશ્વર્યા રાય બચ્ચનના વજનની સાથે લોકોએ અભિનેત્રીને તેના ડ્રેસ માટે પણ ટ્રોલ કરી હતી. ઘણા લોકોએ ઐશ્વર્યા રાય બચ્ચનની ડ્રેસિંગ સેન્સ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાયે ગોલ્ડન આઉટફિટમાં રેમ્પ પર પોતાનો ચાર્મ ફેલાવ્યો હતો.