બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને આંતરરાષ્ટ્રીય સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચનનો કાન્સ લૂક સામે આવ્યો છે.

દર વર્ષની જેમ આ વખતે પણ ઐશ્વર્યાએ પોતાના ગ્લેમરસ લુકથી બધાને ચોંકાવી દીધા છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ઐશ્વર્યા ખૂબ જ હેવી સિલ્વર ગાઉન પહેરેલી જોવા મળી હતી

અભિનેત્રીએ વેલેન્ટિનો નો કાળો અને સફેદ કેપ ડ્રેસ પહેર્યો હતો. જેને ચાહકો 'શાર્ક ગાઉન' નું નામ આપી રહ્યા છે.

સિલ્વર હૂડ લુકમાં ઐશ્વર્યા ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.

ટ્વિટર પર યુઝર્સ ઐશ્વર્યાના આ લુકને આ વર્ષનો શ્રેષ્ઠ સેલેબ લુક ગણાવી રહ્યા છે.

ઐશ્વર્યાએ હેવી પાર્ટી મેકઅપ અને ખુલ્લા વાળ સાથે આ લુકને કમ્પ્લીટ કર્યો હતો.

અભિનેત્રીની ન્યૂડ રેડ લિપસ્ટિક તેના લુકને વધુ આકર્ષક બનાવી રહી હતી.