ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ના લોકપ્રિય કપલ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહ્યા છે. 

માત્ર ટીવી જ નહીં પરંતુ રિયલ લાઈફ કપલ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા એકબીજા પર પ્રેમ વરસાવવાની એક પણ તક છોડતા નથી. 

ઐશ્વર્યા શર્માએ ચાહકો સાથે તેની રોમેન્ટિક સફરની કેટલીક ઝલક શેર કરી છે. આ તસવીરોમાં ઐશ્વર્યા પતિ નીલ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે 

ટીવીની પાખી ઉર્ફે ઐશ્વર્યા શર્માની રોમેન્ટિક અંદાજ કરતાં વધુ ગ્લેમરસ તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે 

બીચ પર બ્લુ અને બ્લેક મોનોકિની પહેરીને ઐશ્વર્યા શર્માએ ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે 

આ સાથે  તેના વાળમાં ફૂલો અને તેની આંખો પર ચશ્મા પહેરીને તેની શૈલી બતાવતી પણ જોવા મળે છે. 

થાઈલેન્ડમાં સંસ્કારી પુત્રવધૂની ઈમેજને તોડીને ગ્લેમર બતાવતી ઐશ્વર્યા શર્માની તસવીરો જોઈને ચાહકોએ પ્રશંસાના પુલ બાંધ્યા છે 

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે ટીવી શો 'ગુમ  હૈ કિસી કે પ્યાર મેં' દરમિયાન ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા