અભિનેતાએ પોતાના ખાસ દિવસની શરૂઆત સમગ્ર પરિવાર સાથે બાબા મહાકાલ ના આશીર્વાદ લઈને કરી હતી.
તે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરે પહુચ્યો હતો અને બાબા મહાકાલની પૂજા કર્યા બાદ સવારે ભસ્મ આરતીના પણ દર્શન કર્યા હતા
આ દરમિયાન અક્ષય કુમારની સાથે તેનો પુત્ર આરવ, ભત્રીજી સિમર અને તેની બહેન અલકા હિરાનંદાની અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શિખર ધવન પણ હાજર હતા.
મહાકાલેશ્વર મંદિરના પૂજારી પંડિત એ જણાવ્યું કે અક્ષય કુમાર આજે તેમના જન્મદિવસ પર બાબા મહાકાલના દરબારમાં આવ્યા હતા, જ્યાં તેમણે બાબા પાસે રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
પોતાના જન્મદિવસ નિમિત્તે અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ 'મિશન રાણીગંજ'ની સફળતા માટે ભગવાન મહાકાલને પ્રાર્થના કરી હતી.