રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અયોધ્યા પહોંચ્યા હતા.
આ દરમિયાન મુકેશ અંબાણી ના પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અને અનંત અંબાણી સાથે પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા.
મુકેશ અંબાણીએ કહ્યું, "ભગવાન રામ આજે આવી રહ્યા છે, 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી ઉજવવામાં આવશે."
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના એક દિવસ પહેલા, અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયાને ભગવાન રામની થીમ પર શણગારવામાં આવ્યું હતું.