બોલિવૂડની યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રી અનન્યા પાંડે તેની ફેશન અને સ્ટાઈલને કારણે ચાહકોમાં અવારનવાર ચર્ચામાં રહે છે. 

અનન્યા ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેત્રી વિચિત્ર કપડામાં જોવા મળી હતી.

આ તસવીરોમાં અનન્યા પાંડેનો લુક એકદમ વિચિત્ર લાગે છે, જેના કારણે તે ટ્રોલના નિશાના પર આવી છે 

અનન્યાનો આ ફોટો તેના પેરિસ ફેશન વીકનો છે, જ્યાં તેણે હાલમાં જ રેમ્પ વોક કર્યું હતું.

અનન્યા પેરિસ હાઉતે કોચર વીક 2024માં ડિઝાઇનર રાહુલ મિશ્રાની શોસ્ટોપર બની હતી.

આ દરમિયાન અનન્યાએ બ્લેક બટરફ્લાય જેવો મીની ડ્રેસ પહેર્યો હતો. આ ઉપરાંત ગોળાકાર આકારની મોટી જાળી પકડી રાખી હતી. 

આ જાળી માં ડ્રેસનો આકાર બનાવવામાં આવ્યો છે અને ઘણા પતંગિયાઓ પણ બનાવવામાં આવ્યા છે.

આ સાથે તેને સ્લીક હેર બન અને બ્લેક હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.