અનિલ કપૂર બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. 70ના દાયકામાં અભિનયની શરૂઆત કરનાર અભિનેતા આજના યુવા સ્ટાર્સને પોતાની ફિટનેસથી ટક્કર આપે છે. 

66 વર્ષની ઉંમરે પણ તેઓ ફિટનેસ આઇકોન અને ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે.

તાજેતરમાં અભિનેતાએ તેના શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશનથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 

અનિલે સંદીપ રેડ્ડી વાંગા ની એનિમલ અને સિદ્ધાર્થ આનંદની  ફિલ્મ ફાઇટરમાં બે અલગ-અલગ ભૂમિકા ભજવતા કેટલાક ચિત્રો ટ્વિટર પર શેર કર્યા છે. 

આ સાથે અનિલે લખ્યું, "ગયા વર્ષે બે સંપૂર્ણપણે વિપરિત ભૂમિકાઓ વચ્ચે સ્વિચ કરવું પડકારજનક અને સંતોષકારક બંને રહ્યું છે... એનિમલમાં 65 વર્ષના બલબીરથી લઇ ને ફાઈટર માં 45 વર્ષના રોકી સુધી જવા માટે મારે ગંભીર શારીરિક પરિવર્તનમાંથી પસાર થવું પડ્યું હતું.

“મેં પહેરેલા આઇકોનિક યુનિફોર્મ સાથે ન્યાય કરવા માટે મેં આ કર્યું. હવે જ્યારે બંને ફિલ્મો પૂરી થઈ ગઈ છે, હું દર્શકો દ્વારા તેને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.” 

તમને જણાવી દઈએ કે, ફિલ્મ એનિમલ માં અનિલ કપૂર સાથે રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. 

તેમજ ફિલ્મ ફાઈટર માં અનિલ કપુર સાથે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હશે.