ટીવી સિરિયલ ની લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે આ દિવસોમાં બિગ બોસ 17 ના ઘરમાં છે. 

આ દરમિયાન અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર પતિ વિકી જૈન સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. 

જેમાં બંને સ્ટાર્સ દાંડિયાના મૂડમાં જોવા મળ્યા હતા. બન્ને એ લાલ કલર ના પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા  

બિગ બોસ 17ની શરૂઆત બાદ સામે  આવેલી અંકિતા લોખંડે અને વિકી જૈનની આ તસવીરો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા 

આ તસવીરો જોઈને લોકોએ કમેન્ટ કરી અને પૂછ્યું કે અંકિતા લોખંડે ની આ તસવીરો ક્યારે ક્લિક થઈ?. 

અભિનેત્રી અંકિતા લોખંડેએ બિગ બોસ 17ની શરૂઆત પહેલા જ આ તસવીરો ખેંચી હતી. 

જે હવે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. 

અંકિતા લોખંડે ની આ તસવીરો આવતા જ વાયરલ થઇ ગઈ છે.