ફેમસ ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ઉર્ફે અનુપમાએ પોતાના શાનદાર પાત્રથી લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. 

રૂપાલીની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.

'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો.

આરતી બાદ રૂપાલીએ ગર્ભગૃહમાં જઈને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા.

ભસ્મ આરતી કર્યા બાદ રૂપાલીએ મીડિયાને કહ્યું કે ‘આજે હું જે કંઈ પણ છું તે બાબા મહાકાલના આશીર્વાદથી છું.’

‘વર્ષ 2020માં હું પહેલીવાર બાબા મહાકાલના દર્શન કરવા આવી હતી અને મને આ મંદિરમાં અનુપમા સિરિયલ કરવાની ઑફર મળી હતી’

‘હું બાબા મહાકાલ પાસે કંઈ માંગવા નથી આવી, પરંતુ હું ઈચ્છું છું કે તેમના આશીર્વાદ હંમેશા મારા પર અને સમગ્ર પરિવાર પર રહે.’

તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી એક અભિનેત્રી અને થિયેટર કલાકાર છે. સિરિયલ 'અનુપમા' પહેલા તેણે 'સારા ભાઈ વર્સેસ સારા ભાઈ' સિરિયલમાં મોનિષાની ભૂમિકા ભજવી હતી.