અભિનેત્રી અનુષ્કા શર્માની છેલ્લા પાંચ વર્ષથી એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. આમ છતાં તે કરોડોની કમાણી કરે છે 

અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે. તે સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે 

તે એક એડ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.અનુષ્કાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેના પ્રોડક્શન હાઉસનું નામ ક્લીન સ્લેટ ફિલ્મ્ઝ છે 

અનુષ્કા એ તેના પ્રોડક્શન હાઉસમાં NH10, ફિલૌરી, પરી જેવી ફિલ્મો બનાવી છે.  તે સિવાય અનુષ્કાએ ઘણી મોટી કંપનીઓમાં કરોડોનું રોકાણ કર્યું છે 

અનુષ્કાનું મુંબઈમાં સી-ફેસિંગ ઘર છે. આ ઘરની કિંમત 34 કરોડ રૂપિયા છે. તે સિવાય અનુષ્કા પાસે અલીબાગમાં 19.24 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ પણ છે 

અનુષ્કા પાસે લક્ઝરી કારનું વિશાળ કલેક્શન છે. તેણી પાસે ઓડી, રેન્જ રોવર, બીએમડબલ્યુ, બેન્ટલી જેવી ટોચની કંપનીઓની કાર છે. આ કારોની કિંમત 10 કરોડથી વધુ છે 

મીડિયા રિપોર્ટ અનુષ્કા શર્મા ની નેટ વર્થ  255 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

અનુષ્કા ચકડા એક્સપ્રેસથી મોટા પડદા પર ડેબ્યુ કરશે. આ ફિલ્મ એક બાયોપિક છે અને અનુષ્કા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવશે