અનુષ્કા શર્માની નેટવર્થની વાત કરીએ તો તે 225 કરોડ રૂપિયા છે. તે એક મહિનામાં લગભગ 1 કરોડ રૂપિયા કમાય છે, એટલે કે તેની વાર્ષિક આવક લગભગ 12 કરોડ રૂપિયા છે.
અનુષ્કાનું ક્લીન સ્લેટ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેની ઓફિસ લોખંડવાલા માં છે, જેની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે
અનુષ્કા શર્મા પાસે ઘણી લક્ઝરી બ્રાન્ડની હેન્ડ બેગ છે, જેની કિંમત લાખોમાં છે. તેને ફેન્ડી સિલ્વાના, ક્લો પેરાટી, ક્રિશ્ચિયન ડાયોર જેવી બ્રાન્ડની બેગ ગમે છે
અનુષ્કા શર્મા પાસે યારી રોડ સ્થિત બિલ્ડિંગમાં એક ફ્લેટ છે, જેની કિંમત 4 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે બદ્રીનાથ ટાવરમાં એક એપાર્ટમેન્ટ છે, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે
અનુષ્કા શર્મા પાસે અનેક લક્ઝરી વાહનો છે. જેમાં BMW, Range Rover, Bentley Fly, Mercedesનો સમાવેશ થાય છે. આમાંથી મોટા ભાગની કિંમત લગભગ 2 કરોડ છે
રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્માએ 36 કરોડ રૂપિયાનું વ્યક્તિગત રોકાણ કર્યું છે. આ સિવાય તેણે દેશના અલગ-અલગ ભાગોમાં ઘણી રિયલ એસ્ટેટ મિલકતો લીધી છે