રણ જોહરે અનુષ્કા શર્માના કરિયરને નુકસાન પહોંચાડ્યું હોવાનું સ્વીકાર્યું હતું. તેણે પોતે કહ્યું હતું કે જ્યારે આદિત્ય ચોપરાએ તેને તેની તસવીર બતાવી હતી ત્યારે તેણે અનુષ્કાને કાસ્ટ કરવાની ના પાડી દીધી હતી
કરણ જોહરે સુશાંત સિંહ રાજપૂત ને કથિત રીતે તેને ઇન્ડસ્ટ્રીમાં બહારની વ્યક્તિ જેવો અનુભવ કરાવ્યો હતો, જેના કારણે અભિનેતા ડિપ્રેશનમાં આવી ગયો હતો. આજે પણ તેના ચાહકો કરણ જોહર થી નારાજ છે.
સાઉથ ઈન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રીઓનું નામ લેતી વખતે નયનતારાના નામ ન લેતા કરણે યુવા અભિનેત્રી નયનતારાના ચાહકોને નારાજ કર્યા હતા.
એકવાર આયુષ્માન ખુરાનાએ તે વિશે વાત કરી કે કેવી રીતે તેણે કામ મેળવવા માટે ધર્માં ની ઓફિસ પર ફોન કર્યો અને કહેવામાં આવ્યું કે તેઓ બહારના લોકોને કાસ્ટ કરતા નથી. આ ખુલાસો KJoના કોફી કોચ પર થયો હતો.
જ્યારે પ્રિયંકા ચોપરાએ તેના ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે એક સમયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સાઇડલાઈન થઈ ગઈ હતી, ત્યારે કંગના રનૌતે દાવો કર્યો હતો કે કરણ જોહરે જ પ્રિયંકા સાથે આવું કર્યું હતું.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કરણ જોહર દોસ્તાના 2 માં ફીની ભારે માંગને લઈને કાર્તિકથી નારાજ હતો અને તેથી જ તેણે ફિલ્મ અધવચ્ચે છોડી દીધી હતી.
કરણે એકવાર ખુલાસો કર્યો હતો કે તે નહોતો માનતો કે રણવીર સિંહ તેના દેખાવને કારણે હીરો બનવા માટે યોગ્ય છે. આજે તેણે તેને રોકી ઔર રાની કી પ્રેમકહાની માં કાસ્ટ કર્યો છે.